Face Of Nation 21-03-2022 : ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતનું મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માન કરાયું છે. રાવતનું પાછલા વર્ષે હેલીકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયુ હતું. CDS તરફથી તેમના પુત્રી કૃતિકા અને તારિણીએ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. પુત્રીઓને આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસેથી પુરસ્કાર મળ્યો હતો. ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ રહેલા જનરલ બિપિન રાવતનું પાછલા વર્ષે ડિસેમ્બરમાં એક હેલીકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયુ હતું. હેલીકોપ્ટર દુર્ઘટનામાં જનરલ રાવતના પત્ની મધુલિકા રાવત અને અન્ય 12 જવાનોના પણ મૃત્યુ થયા હતા. મહત્વનું છે કે પદ્મ પુરસ્કાર, દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંથી એક છે અને આ ત્રણ શ્રેણીઓ પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીમાં પ્રદાન કરવામાં આવે છે. પુરસ્કાર વિવિધ ક્ષેત્રોમાં દેશ માટે યોગદાન આપતા લોકોને આપવામાં આવે છે. પદ્મ પુરસ્કારોની જાહેરાત દર વર્ષે ગણતંત્ર દિવસના અવસર પર કરવામાં આવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News મરણોપરાંત ‘પદ્મ વિભૂષણ’થી સન્માનિત કરાયાં CDS બિપિન રાવત, બંને પુત્રીઓએ સ્વીકાર્યું સન્માન