Home Uncategorized રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ભલે જ ઈચ્છે પરંતુ પુતિન હાલ કોઈ વાતચીત માટે તૈયાર...

રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ભલે જ ઈચ્છે પરંતુ પુતિન હાલ કોઈ વાતચીત માટે તૈયાર નથીઃ તુર્કી

Face Of Nation 21-03-2022 : રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ વીડિયો મેસેજમાં ભલે જ મોસ્કો સાથે સીધી વાતચીત કરવાની અપીલ કરી છે પરંતુ તુર્કીના રાષ્ટ્રપતિના ચીફ એડવાઈઝરે દાવો કર્યો કે, પુતિન હાલ આ પ્રકારની કોઈ વાતચીત માટે તૈયાર નથી. અર્દોઆનના પ્રવક્તાની પણ ભૂમિકા ભજવી રહેલા ઈબ્રાહિમ કલિને કહ્યું, પુતિનનું માનવું છે કે લીડર્સ લેવલ પર મીટિંગની પોઝિશન હજુ નથી આવી. તો બીજીતરફ યુક્રેનની સેનાએ રશિયાને રાજધાની કીવ, ખાર્કીવ અને સાઉથ યુક્રેનના મોટા ભાગમાં રોકવાને લઈને મજબૂર બનાવી દીધા છે. સેટેલાઈટ ઈમેજમાં પણ કીવની બહાર રશિયન સેના લાંબા સમયથી યુદ્ધ કરવા માટે યોગ્ય ઠેકાણું તૈયાર કરતી જોવા મળી.
યુક્રેનના અલગાવવાદી કમાન્ડર સર્ગેઈ માશકિનની હત્યા
રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલી જંગલમાં યુક્રેનના અલગાવવાદી કમાન્ડર સર્ગેઈ માશકિનની હત્યા કરી નખાઈ છે. તે અલગાવવાદી ગુટ DPRનો કમાન્ડર હતો. આ ઉપરાંત યુક્રેનને રશિયાના અલ્ટીમેટમ પર મૌન તોડ્યું છે. આ મામલે કહ્યું છે કે, મારિયુપોલમાં અમે હથિયાર મૂકીશું નહીં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).