Face Of Nation 21-03-2022 : રશિયાએ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સને કટ્ટરપંથી સંગઠન ગણાવી છે. રશિયાની એક કોર્ટે મેટાને ચુકાદો સંભળાવ્યો છે કે અતિવાદી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી તે રશિયામાં ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામ ઉપર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મુકે. રશિયાની કોર્ટનો આ ચુકાદો એવા સમયે આવ્યો છે કે જ્યારે મોટાભાગની કંપનીઓ દેશ છોડીને જઈ રહી છે. તો બીજીતરફ અનેક દેશોએ રશિયા ઉપર પ્રતિબંધની જાહેરાત બાદ દેશની સૌથી મોટી ડેરી કંપની Danone, કોકા કોલાએ પોતાનો કારોબાર સમેટી લેવાની જાહેરાત કરી છે. પગરખાના કારોબાર સાથે સંકળાયેલી અમેરિકાની કંપની Nike તથા હોમ ફર્નિશિંગ સાથે જોડાયેલી સ્વીડિશ કંપની IKEAએ પણ રશિયામાં પોતાના સ્ટોર હંગામી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી ચુક્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized રશિયાએ ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મૂક્યો; Coca Colaએ કારોબાર સમેટી લેવાની જાહેરાત કરી!