જૂનાગઢઃસ્વામિનારાયણ ગુરુકુળમાં ચાલુ વર્ષે જ 14 વર્ષનો વિદ્યાર્થી ધોરણ 9માં દાખલ થયો હતો.
Face Of Nation:જૂનાગઢમાં કોલેજ રોડ ઉપર આવેલા સ્વામીનારાયણ ગુરુકુળના એક સ્વામીને એક શખ્સે ફોન કરીને એક બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. આ કૃત્યનું રેકોર્ડિંગ કર્યું હોવાનો દાવો કરીને તેણે પાંચ લાખ રૂપિયા માંગ્યા હતો. જો કે સ્વામીએ પોલીસને જાણ કરતાં આ શખ્શ ઝડપાઈ ગયો છે.
સ્વામીનારાયણ ગુરુકુળમાં ચાલુ વર્ષે જ 14 વર્ષનો વિદ્યાર્થી ધોરણ 9માં દાખલ થયો હતો. તેને ગુરૂકુળમાં ગમતું ન હોવાથી ઘરે જવા માંગતો હતો. જો કે તેના પિતાએ આવીને તેને સમજાવ્યો હતો કે, અઠવાડિયું રહી જા અને પછી પણ ન ગમે તો લઈ જઈશું.
જો કે ગઈ કાલે રાત્રે ગુરુકુળની દીવાલ કૂદીને ભાગવાનો પ્રયાસ કરતો હતો ત્યાર જૂનાગઢના નહેરુ પાર્કમાં રહેતો પ્રતિક હરેશ અઢિયા ત્યાંથી પસાર થતો હતો. તેણે વિદ્યાર્થીને નીચે ઉતરવામાં મદદ કરીને તેના પરિવાર સાથે મોબાઈલ ફોનમાં વાત કરાવી હતી.
પ્રતિક એ પછી તેને પોતાની સાથે લઈ ગયો હતો. તેણે વિદ્યાર્થી પાસે એવું બોલાવડાવ્યું હતું કે, સ્વામી ઋષિકેશ સ્વામી ગુરુદેવ કૃષ્ણસ્વામી હેરાન કરે છે, મારે છે અને અઘટિત કૃત્ય કર્યું છે. પ્રતિકે આ રીતે વિદ્યાર્થી પાસે બોલાવીને રેકોર્ડીંગ કરી લીધું હતું.
પ્રતિકે એ પછી સ્વામી ઋષિકેશને ફેન કરીને આ વિડીયો વાયરલ કરવાની અને બદનામ કરવાની ધમકી આપી 5 લાખ માંગ્યા હતા. સ્વામીએ પોલીસને જાણ કરતાં પોલીસે ટ્રેપ ગોઠવીને પ્રતિકને ઝડપી લીધો હતો. પ્રતિક એક મેડીકલ સ્ટોરમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે.