Face Of Nation 22-03-2022 : વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ શિક્ષકોની ઘટથી લઈ ઓરડાઓ અંગે સવાલો પૂછ્યા હતા. જેના જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે, રાજ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં 16,318 શિક્ષકોની અને 1028 આચાર્યની જગ્યા ખાલી છે. આ ઉપરાંત સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં માધ્યમિક શિક્ષકોની 730 અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની 756 જગ્યા ખાલી છે. આ ઉપરાંત ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં 774 શિક્ષકની, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં માધ્યમિક શિક્ષકની 2547 અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની 3498 જગ્યા ખાલી છે. જ્યારે 1775 આચાર્યની જગ્યા ખાલી છે. રાજ્યમાં સરકારી, ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકો અને આચાર્યની મળીને કુલ 28,212 જગ્યા ખાલી છે.
કોલેજોમાં આચાર્યની 133, અધ્યાપકની 2177 જગ્યા ખાલી
રાજ્યમાં 285 ગ્રાન્ટેડ આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજો આવેલી છે. આ કોલેજોમાં આચાર્યની 133, અધ્યાપકની 2177, પીટીઆઈની 167, ગ્રંથપાલની 224, ક્લાસ-3ની 1851, ક્લાસ-4ની 2351 જગ્યાઓ ખાલી છે. ગ્રાન્ટેડ કોલેજોમાં આચાર્ય, અધ્યાપક, પીટીઆઈ, ગ્રંથપાલ અને ક્લાસ-3 અને 4ની 4,552 જગ્યાઓ ખાલી છે. આચાર્યની 206 ભરાયેલની સામે 133 ખાલી, પીટીઆઈની 170 ભરાયેલની સામે 167 ખાલી, ગ્રંથપાલની ભરાયેલ 110ની સામે 224, ક્લાસ-3ની ભરાયેલ 966ની સામે 1851 ખાલી અને ક્લાસ-4ની 832 ભરાયેલની સામે 2351 જગ્યાઓ ખાલી છે. આમ ભરાયેલ જગ્યાઓ કરતાં બે ગણી જગ્યાઓ ખાલી છે. ડાંગ જિલ્લામાં એક પણ ગ્રાન્ટેડ આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજ આવેલી નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat ગ્રાન્ટેડ સ્કૂલમાં શિક્ષકોની ઘટ : ગ્રાન્ટેડ આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજોમાં અધ્યાપક...