Home News પ્રજાનો ફરી મરો; 5 રાજ્યોના 11 શહેરોમાં ગેસ સિલિન્ડરનો ભાવ 1 હજારને...

પ્રજાનો ફરી મરો; 5 રાજ્યોના 11 શહેરોમાં ગેસ સિલિન્ડરનો ભાવ 1 હજારને પાર, સૌથી વધારે ભાવ પટનામાં રૂ.1048

Face Of Nation 22-03-2022 : અગાઉથી જે બાબતની શક્યતા દર્શાવવામાં આવતી હતી એ પ્રમાણે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યની ચૂંટણીનાં પરિણામો બાદ હવે રાંધણગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાની શરૂઆત થઈ છે. ​​​​​રાંધણગેસના ભાવમાં રૂ. 50નો વધારો કરાયો છે. હવે અમદાવાદમાં રાંધણગેસનો એક બાટલો 956.50ની આસપાસ મળશે. જ્યારે દિલ્હીમાં આ ભાવ રૂ. 949.50 રહેશે. રાંઘણગેસમાં છેલ્લે 6 ઓક્ટોબર મહિનાના રોજ ભાવ વધારવામાં આવ્યો હતો. 19 KG કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ હવે રૂ. 2003.50 રહેશે.
137 દિવસ બાદ પેટ્રોલના ભાવમાં ફેરફાર
પેટ્રોલિયમ પેદાશોના ભાવની વાત કરીએ તો 137 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો છે. અગાઉ દિવાળીના દિવસે 4 નવેમ્બર 2021ના રોજ રૂ. 10 પ્રતિ લિટર ભાવ ઘટ્યા હતા. ત્યારથી લઈને 21 માર્ચ 2022 સુધી ભાવ સ્થિર રહ્યા બાદ આજે 22 માર્ચે ભાવમાં વધારો થયો છે.
અમદાવાદમાં પેટ્રોલનો રૂ. 96 પ્રતિ લિટર
આજે થયેલી જાહેરાત પ્રમાણે, પેટ્રોલમાં 79 પૈસા અને ડીઝલમાં 89 પૈસાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. ભાવવધારા બાદ અમદાવાદમાં નવા ભાવ પ્રમાણે પેટ્રોલનો ભાવ રૂ. 96 પ્રતિ લિટર પર પહોંચ્યો છે. અમદાવાદ સહિત રાજ્યનાં અન્ય મોટાં શહેરોમાં પેટ્રોલનો ભાવ રૂ. 95.30 ચાલી રહ્યો હતો, જે આજે મધ્યરાત્રિથી બદલાઈ ગયો છે, જ્યારે રાજકોટમાં ડીઝલનો ભાવ લિટરદીઠ રૂપિયા 88.89થી વધી રૂપિયા 89.74 થવા ગયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).