Home Gujarat સળંગ બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો?! પેટ્રોલ-80 અને ડીઝલમાં 82 પૈસાનો વધારો...

સળંગ બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો?! પેટ્રોલ-80 અને ડીઝલમાં 82 પૈસાનો વધારો ઝીંક્યો

Face Of Nation 22-03-2022 : દેશમાં પેટ્રોલ ડીઝલમાં ભાવમાં મંગળવારથી ફરી 137 બાદ વધારાની શરૂઆત થઈ છે. જેના પગલે અમદાવાદ શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો હતો. જયારે હવે બુધવારે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો થવાનો છે. જેમાં પેટ્રોલના ભાવમાં ફરીથી 80 પૈસાનો વધારો અને ડીઝલમાં 82 પૈસાનો વધારો થશે. આ ભાવ વધારો બુધવારથી લાગુ પડશે. જેમાં પેટ્રોલનો ભાવ 95.87 રૂપિયાથી વધી 96.67 રૂપિયા થશે. જયારે ડીઝલનો નવો ભાવ 89.91 રૂપિયાથી વધી 90.73 રૂપિયા થશે. આમ અમદાવાદ શહેરમાં બે દિવસમાં પેટ્રોલના ભાવમાં લીટરે 1.59 રૂપિયાનો વધારો અને ડીઝલના ભાવમાં લીટરે 1.67 રુપિયાનો વધારો ઝીંકાયો છે.
ઓઈલ કંપનીઓએ ભાવમાં વધારો કર્યો
દેશમાં લાંબા સમય બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. સરકારી ઓઈલ કંપનીઓએ 137 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. ઓઈલ કંપનીઓએ મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કર્યો છે. ગયા વર્ષના નવેમ્બર પછી આ પ્રથમ વધારો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવે એક લિટર પેટ્રોલની કિંમત 96.21 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે એક લિટર ડીઝલની કિંમત 87.47 રૂપિયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).