Home Politics સરકારી ‘બાબુઓને જલસા’ : ગુજરાત સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવો વધતા સરકારી ભથ્થામાં વધારો...

સરકારી ‘બાબુઓને જલસા’ : ગુજરાત સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવો વધતા સરકારી ભથ્થામાં વધારો જાહેર કર્યો?

Face Of Nation 22-03-2022 : ગુજરાત સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવો વધતા સરકારી વાહનો, ભાડેથી રાખવામા આવતા વાહનો અને અધિકારીઓના ભથ્થામા વધારો કર્યો છે. જેમાં માઈલેજ ભથ્થાના દરમાં અને સરકારી વાહનના ખાનગી ઉપયોગના દરમાં વધારો કરવામાં આવ્યો છે. જે મુજબ વર્ગ 1–2ના અધિકારીઓ માટે મોટર કાર પ્રતિ કિલોમીટર 11 રૂપિયા મોટર કાર ડિઝલ 10 રૂપિયા પ્રતિ કિલોમીટર, સીએનજી કારમા પ્રતિ કિલોમીટર 6 રૂપિયા, દ્વિચક્રી વાહનોમા 2.5 રૂપિયા દર નક્કી કરવામાં આવ્યો. જ્યારે જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીના ભાડાના ધોરણે પૂરા પાડેલા વાહનોના દરોમા પણ વધારો કર્યો છે. જેમાં પેટ્રોલ વાહનો માટે રૂપિયા 9, ડિઝલ માટે રૂપિયા 8 તો સીએનજી માટે રૂપિયા 5ના દર નિર્ધારિત થયા છે. જેમાં ગાંધીનગર, નર્મદા, નવસારી, પોરબંદર અને ડાંગના જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના મુસાફરી ભથ્થું રૂપિયા 5,600થી વધારી 6,600 કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લાના કલેક્ટર અને ડીડીઓનું મુસાફરી ભથ્થું રૂપિયા 7,500થી વધારી રૂપિયા 8,500 કર્યું છે. આ અંગે નાણા વિભાગે વિસ્તૃત ગાઇડ લાઈન જાહેર કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).