Face Of Nation 22-03-2022 : રશિયા-યુક્રેન યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ભારતની પ્રતિક્રિયાને નબળી ગણાવી છે. તેમણે કહ્યું હતું કે અમેરિકાના બાકીના પાર્ટનરની સરખામણીમાં ભારતનો જવાબ યોગ્ય નથી. સોમવારે વોશિંગ્ટનમાં અમેરિકાના બિઝનેસ લીડર્સને સંબોધિત કરતાં રાષ્ટ્રપતિ જો બાઈડને આ વાત કહી હતી. ભારત અને રશિયાની વચ્ચેની ક્રૂડ ઓઈલ ડીલ અંગે બાઈડને કહ્યું હતું કે આ સોદાથી ભારત-અમેરિકાના સંબંધોમાં ભરોસો ઘટશે.તેમણે ક્વાડ પાર્ટનર દેશોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે પુતિનની આક્રમકતામાંથી બહાર આવવામાં ભારત અપવાદ સ્વરૂપ થોડું નબળું રહ્યું. જોકે જાપાન ખૂબ જ સખત રહ્યું છે. એ જ રીતે ઓસ્ટ્રેલિયા પણ કઠોર છે.
ભારતે રશિયા પર કોઈ પ્રતિબંધ લગાવ્યો નથી
બાઈડને વધુમાં કહ્યું હતું કે ક્વાડના અન્ય પાર્ટનર ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાએ રશિયા પર પ્રતિબંધ લગાવ્યો છે. જોકે ભારતે રશિયા પર કોઈ જ પ્રતિબંધ લગાવ્યો નથી. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાની વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પર પણ મતદાન કરવાનો ઈનકાર કર્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).