Face Of Nation 23-03-2022 : યુક્રેનની સેના જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ રશિયા વિરૂદ્ધ જંગમાં સામેલ છે. અત્યાર સુધીમાં લગભગ એક હજાર લોકો માર્યા ગયા છે. પરંતુ કેટલાંક કરપ્ટ રાજકારણીઓ પણ છે જેઓ બધું સમેટીને દેશ છોડીને ભાગી રહ્યાં છે. આવો જ એક મામલો સામે આવ્યો છે. યુક્રેનના પૂર્વ સાંસદ ઈગોર કોવિસ્કીની પત્ની એનેસ્તેસિયાને હંગેરી બોર્ડર પર રોકવામાં આવી. તેની પાસેથી 6 સૂટકેસમાં લગભગ 28 લાખ ડોલર રોકડા મળ્યા. ઈન્ડિયન કરન્સી મુજબ આ રકમ લગભગ 213 કરોડ રૂપિયા થાય છે. હાલ એન્સ્તેસિયાની હંગેરીના કસ્ટમ ડિપાર્ટમેન્ટે અટકાયત કરી છે. અને તેમની પાસેથી મળેલી રોકડ અંગે પૂછપરછ કરી રહી છે.
હાલ પૂછપરછ માટે અટકાયત કરાઈ
રિપોટ્સ મુજબ એનેસ્તેસિયા વિરૂદ્ધ કેસ નોંધાયો છે, જો કે હજુ સુધી તેની ધરપકડ નથી થઈ. તેની હાલ પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. આ વચ્ચે ઈગોરે પત્નીનો બચાવ કર્યો છે. કહ્યું- મારી પત્ની પ્રેગ્નેટ છે. બાળકનો જન્મ સુરક્ષિત રીતે અને શાંતિપૂર્વક થાય તે માટે તે હંગેરી ગઈ છે. તેની પાસે આટલી રોકડ ન હોઈ શકે.
એનેસ્તેસિયા પોતે પણ મોડલ હતી
મીડિયા રિપોટ્સ મુજબ ઈગોર થોડો સમય પહેલા સુધી યુક્રેનના સૌથી પૈસાદાર રાજકારણીમાંથી એક હતા. રાજનીતિ ઉપરાંત તે મોટા બિઝનેસમેન પણ છે. એનેસ્તેસિયા પોતે પણ મોડલ હતી. જો પકડાયેલી આ રકમ કાયદેસર રીતે યોગ્ય હશે તો ઈગોર અને તેની પત્નીને પુરાવાઓ આપવા પડશે.
સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ
જેવી જ હંગેરી બોર્ડર પર પત્નીની ધરપકડ અને તેની પાસેથી કેશ જપ્ત થયા હોવાના સમાચાર આવ્યા તો ઈગોરે સૌથી પહેલા આ અંગે ચોખવટ કરી. કહ્યું- મારી પાસે જેટલા પણ પૈસા છે, તે બધાં યુક્રેનની બેંકમાં છે. હજુ સુધી મેં કોઈ કેશ કાઢી નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).