Face Of Nation 23-03-2022 : ભારતના પડોશી દેશ શ્રીલંકા અત્યારે અત્યંત ઘેરા આર્થિક સંકટમાં ફસાઈ ગયું છે. શ્રીલંકામાં આવશ્યક ચીજવસ્તુની કિંમતોમાં અસહ્ય વધારો થઈ રહ્યો છે. ડીઝલ-પેટ્રોલ તથા ગેસની કિંમતો સામાન્ય પ્રજાની ક્ષમતાની બહાર જઈ રહી છે. સ્થિતિ એટલી હદ સુધી નાજુક બની રહી છે કે, પેટ્રોલ-ડીઝલ ખરીદવાના પ્રયત્નોમાં લોકોના મોત પણ થઈ રહ્યા છે. આ મુશ્કેલ પરિસ્થિતિને અંકૂશમાં લેવા માટે શ્રીલંકાની સરકારે પેટ્રોલ પંપ અને ગેસ સ્ટેશનો ઉપર સેનાને ગોઠવવી પડી છે.
સેનાને ગોઠવવામાં આવ્યા બાદ સ્થિતિમાં સુધારો થશે
શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલ સહિત અનેક આવશ્યક ચીજવસ્તુની કારમી અછત સર્જાવાને લીધે અનેક જગ્યાએ હિંસક ઘટના બની છે. પોલીસે જણાવ્યું હતું કે સોમવારે એક એવી ઘટના બની હતી કે જેમાં એક વ્યક્તિની ચાકુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. એક ત્રણ ચક્રિય વાહન ચાલક સાથે સંઘર્ષ બાદ આ ઘટના બની હતી. આ ઉપરાંત આકરી ગરમી વચ્ચે કલાકો સુધી ઈંધણ માટે લાઈનમાં ઉભા રહેવાને લીધે ત્રણ વૃદ્ધોના મોત થયા છે. અધિકારીઓને આશા છે કે, સેનાને ગોઠવવામાં આવ્યા બાદ સ્થિતિમાં સુધારો થશે.
પેટ્રોલ-ડીઝલની કારમી અછત
શ્રીલંકામાં ડીઝલ-પેટ્રોલની કિંમત સતત વધી રહી છે, આ ઉપરાંત તેની કારમી અછત પણ સર્જાઈ રહી છે. તેને પગલે પેટ્રોલ પંપો ઉપર લાંબી લાઈન લાગી રહી છે અને હજારોની સંખ્યામાં લોકો કલાકો સુધી લાઈમાં ઉભા રહી ઈંધણ ખરીદી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).