Face Of Nation 23-03-2022 : નવી દિલ્હી સતત બીજા વર્ષે વિશ્વમાં સૌથી વધારે પ્રદૂષિત રાજધાની શહેર તરીકે જળવાઈ છે. નવી દિલ્હી બાદ બાંગ્લાદેશની રાજધાની ઢાકા, ચાર દેશની નજામિયા અને ઓમાનની મસ્કતનું સ્થાન આવે છે. વર્ષ 2021માં મધ્ય અને દક્ષિણ એશિયામાં સૌથી પ્રદૂષિત 15 શહેરોમાં ભારતના 12 શહેરનો સમાવેશ થાય છે. વર્ષ 2021ના વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ (WAQR)માં આ અંગે માહિતી રજૂ કરવામાં આવી છે. વિશ્વના 117 દેશના 6,475 શહેરના પ્રદૂષણને લગતા સરવેમાં એવી પણ માહિતી આપવામાં આવી છે કે એક પણ શહેર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના હવાની ગુણવત્તાને લગતા માપદંડોને પૂરા કરી શક્યું નથી તેમ જ કોવિડ સંબંધિત નિયંત્રણો વચ્ચે પણ અનેક વિસ્તારોમાં સ્મોગનું પ્રમાણ યથાવત રહ્યું હતું. મોટાભાગના શહેરોમાં વાહનથી થતું પ્રદૂષણનું યોગદાન સૌથી વધારે પ્રમાણમાં રહ્યું છે.
અમદાવાદ 55.1 PM સાથે 76માં ક્રમે
એર ક્વોલિટી રેન્કિંગમાં ભારતની રાજધાની દિલ્હી 85.5 પર્ટીક્યુલેટ મેટર (PM)સાથે સૌથી પ્રદૂષિત રાજધાની છે. દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ વર્ષ 2020ની તુલનામાં 14.6 ટકા વધ્યું છે. પ્રદૂષણના પ્રમાણ અંગે ગુજરાના શહેરોની વાત કરવામાં આવે તો આ ચાર શહેર આલમપુર, અંકલેશ્વર, અમદાવાદ તથા ગાંધીનગરનો સમાવેશ થયો છે. આલમપુર 72.5 PM સાથે 39માં ક્રમ, અંકલેશ્વર 66.5 PM સાથે 48માં તથા અમદાવાદ 55.1 PM સાથે 76માં ક્રમે જ્યારે ગાંધીનગર 43.5 PM 166માં ક્રમ ઉપર છે.
બાંગ્લાદેશ સૌથી વધારે પ્રદૂષિત દેશ, ભારત 5માં ક્રમાંક પર
બાંગ્લાદેશ સૌથી વધારે પ્રદૂષિત દેશની યાદીમાં મોખરાના સ્થાને છે, જ્યારે ચાડ દેશ બીજા ક્રમ ઉપર છે. ભારત વિશ્વમાં પાંચમાં ક્રમનો સૌથી પ્રદૂષિત દેશ છે. સૌથી વધારે પ્રદૂષિત દેશોની યાદીમાં ચીન 22માં ક્રમ ઉપર છે. એક વર્ષ અગાઉ ચીન 14માં ક્રમ ઉપર હતું.
ભારતના અન્ય કયા શહેરોમાં સૌથી વધારે પ્રદૂષણ છે
વિશ્વમાં સૌથી વધારે પ્રદૂષણ ધરાવતા શહેરોમાં ભિવડી, ગાઝીયાબાદ, જૌનપુર, નોઈડા, બાગપત શહેર ટોચના 10 પ્રદૂષિત શહેરોમાં સ્થાન ધરાવે છે. આ ઉપરાંત હિસાર, ગ્રેટર નોઈડા, રોહતક, લખનઉ, જીંદ, ગુરુગ્રામનો પણ સમાવેશ થાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).