Home News હૈદરાબાદના બોઇગુડામાં ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ; 11 મજૂર જીવતા સળગ્યાં, જુઓ...

હૈદરાબાદના બોઇગુડામાં ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ; 11 મજૂર જીવતા સળગ્યાં, જુઓ Video

https://youtu.be/OcYdwZWjavI

Face Of Nation 23-03-2022 : તેલંગાણાની રાજધાની હૈદરાબાદના ભોઈગુડામાં એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 11 મજૂર જીવતા સળગી ગયા હતા. મૃત્યુ પામેલા બધા મજૂરો બિહારના રહેવાસી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને અહીં ભંગારના ગોડાઉનમાં કામ કરતા હતા. ઘટનાસ્થળ પર હાજર હૈદરાબાદ ડીસીપી સેન્ટ્રલ ઝોને જણાવ્યું હતું કે તમામ 11 મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાયા છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
શટર બંધ હોવાથી કામદારો ફસાયા હતા
ભંગારના ગોડાઉનમાં પહેલા માળે 12 મજૂર સૂતા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર અચાનક આગ ફાટી નીકળી હતી. મજૂરો માટે બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો નીચે રહેલી ભંગારની દુકાનમાંથી નીકળતો હતો, પણ એનું શટર બંધ હતું. શટર બંધ હોવાથી મજૂરો અંદર ફસાઈ ગયા હતા. આજે 8 વાગ્યા સુધી 11 મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે એક મજૂર જે નીકળવામાં સફળ રહ્યો હતો તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફાયર કંટ્રોલ રૂમને સવારે 3 વાગ્યાની આસપાસ જાણ કરાઈ હતી અને નવ ફાયર ટેન્ડરોએ આગને કાબૂમાં લેવા માટે ત્રણ કલાકથી વધુ સમય સુધી કામ કર્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).