Face Of Nation 24-03-2022 : ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈને એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીના મતે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી સામાન્ય વાતાવરણ રહેશે. ઉત્તર અને મધ્યમ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે 25 માર્ચથી તાપમાનમાં 4 ડિગ્રી સુધી તાપમાન વધશે. તા.26મી અને 27મી માર્ચના રોજ કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી રહેશે.
જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળશે
શનિવારથી રાજ્યમાં ફરી ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનથી અમદાવાદ સહિત રાજ્યમાં મિશ્ર વાતાવરણ છે. ગયા અઠવાડિયા કરતા થોડી રાહત મળી છે. ત્યારે શનિવારથી ગરમી ફરી 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહ્યું. રાજ્યમાં છેલ્લા અઠવાડિયામાં સતત હિટવેવ રહ્યું અને તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચ્યું. માર્ચ મહિનામાં જ કાળઝાળ ગરમીનો અહેસાસ કર્યો અને ત્યારબાદ વાતાવરણ પલટો જોવા મળ્યો.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 25મી થી 27મી માર્ચના સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં વાતાવરણ પલટો આવશે અને સામાન્ય વરસાદી છાંટા છે. જ્યારે હવામાન વિભાગના મતે, તાપમાન વધવાના કારણે અરબી સમુદ્રમાંથી ભેજ ઉપર આવ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા સર્જાયું છે. વાદળછયા વાતાવરણના કારણે તાપમાન ઘટ્યું છે અને ગરમીમાંથી રાહત મળી છે પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).