Home Politics સંજય રાઉતનો ટોણો; ‘એક પુતિન દિલ્હીમાં બેઠા છે જે જુદી જુદી અમારા...

સંજય રાઉતનો ટોણો; ‘એક પુતિન દિલ્હીમાં બેઠા છે જે જુદી જુદી અમારા પર મિસાઈલ છોડી રહ્યા છે’

Face Of Nation 24-03-2022 : શિવસેનાના સાંસદ સંજય રાઉતે ઈડી, સીબીઆઈ અને આવકવેરા વિભાગની કાર્યવાહીને લઈને ભાજપ પર જોરદાર પ્રહારો શરૂ કર્યા છે. હવે સંજય રાઉતે સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થઈ ગયું છે. આ યુદ્ધમાં ઘણી મિસાઈલો છોડવામાં આવી રહી છે. આ અંગે ટિપ્પણી કરતા સંજય રાઉતે બુધવારે ટોણો માર્યો અને કહ્યું, ‘અમારા જેવા લોકો પણ દરરોજ યુદ્ધનો અનુભવ કરી રહ્યા છે. દિલ્હીમાં પુતિન બેઠા છે. તેઓ રોજ અમારા પર મિસાઈલ છોડી રહ્યા છે. ઇડી દ્વારા આ મિસાઇલોનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં અમે ડગમગ્યા નથી. અમે તેની સામે અડગ ટકી રહ્યા છીએ. એવો કટાક્ષ કરતાં સંજય રાઉતે કહ્યું કે દેશનું વાતાવરણ બદલાઈ ગયું છે. રાઉત દૈનિક લોકમતના ઇનામ વિતરણ સમારોહમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન સંજય રાઉતે વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે સત્તા છોડતી વખતે કહ્યું હતું કે, ‘હું ફરી પાછો આવીશ’ (પુન્હા યિન), તેમના શબ્દોને યાદ કરીને, તેમના વિરોધીઓ તેમની મજાક ઉડાવવાનો પ્રયત્ન કરતા હોય છે. આ જ વાતનો ઉલ્લેખ કરતા સંજય રાઉતે દેવેન્દ્ર ફડણવીસનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, ‘પૂન્હા યિન વાળા અહીં સાંજે આવવાના છે. તો પણ હું અહીં આવીશ. બાજુમાં બેસીશ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).