Home Gujarat જનતા પર મોંઘવારીનો વધુ એક ડામ; ગુજરાતમાં CNGમાં 3 રૂ.નો વધારો, તો...

જનતા પર મોંઘવારીનો વધુ એક ડામ; ગુજરાતમાં CNGમાં 3 રૂ.નો વધારો, તો PNGમાં 4 રૂ.નો વધારો કરાયો!

Face Of Nation 24-03-2022 : PNGના ભાવમાં રૂ. 1 રૂપિયા પ્રતિ SCMનો વધારો થયો છે. જ્યારે CNGનાં ભાવમાં 50 પૈસાનો વધારો થયો છે. કંપનીના જણાવ્યાં અનુસાર ગેસની વધતી જતી કિંમતના કારણે આ વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો આજથી લાગુ થશે. તો બીજીતરફ, ગુજરાતની વાત કરીએ તો, ગુજરાતમાં ગુજરાત ગેસ દ્વારા CNG અને PNG ગેસમાં ભાવવધારો કરાતા ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં CNGમાં 3 રૂપિયાનો વધારો કરાયો તો PNGમાં 4 રૂપિયાનો વધારો કરાયો છે. આથી, CNGનો નવો ભાવ 70.53 પ્રતિકિલો થઇ ગયો છે તો PNGનો નવો ભાવ 39.05 પ્રતિકિલો થયો છે. રશિયા-યુક્રેન યુદ્ધનાં કારણે ઈંધણના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. PNGનાં ભાવ પહેલાં CNG, LPG અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. ઇંધણના ભાવમાં આ વધારો આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં ઉછાળાને કારણે જોવા મળી રહ્યો છે. ભારત પોતાની ઇંધણની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત દ્વારા પૂરો કરે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).