Face Of Nation 24-03-2022 : આમ આદમી પાર્ટી(આપ)એ દિલ્હી પછી પંજાબ કબજે કરી લીધું અને હવે ગુજરાતમાં ભાજપની જેમ જ તે પણ ઈલેક્શન મોડમાં આવી ગઈ છે. ભાજપે જે-તે સમયે શહેરો પર ફોકસ કરીને ગામડાં ફતેહ કરવાની સ્ટ્રેટેજી ગોઠવી હતી. ‘આપ’ હવે ગુજરાતમાં રિવર્સ સ્ટ્રેટેજી ગોઠવી રહી છે. છેલ્લા છ-સાત મહિનાથી ‘આપ’ના આગેવાનો, કાર્યકરો ગુજરાતનાં અંતરિયાળ ગામડાં ખૂંદી રહ્યા છે. ‘આપ’ હવે ગામડાંમાંથી શહેરો સુધી પહોંચવાની સ્ટ્રેટેજી ગોઠવી રહી છે. ગામડાંમાં, તાલુકાકક્ષાએ અને હવે જિલ્લાકક્ષાએ ‘આપ’ દ્વારા તિરંગાયાત્રા કાઢવામાં આવી રહી છે. ‘આપ’ના સર્વેસર્વા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એપ્રિલની બીજી તારીખે અમદાવાદમાં નીકળનારી તિરંગાયાત્રામાં ભાગ લેશે.
ગામડાંમાં ‘આપ’ની સ્ટ્રેટેજી શું છે ?
ગામડાંના લોકો સુધી AAPની વિચારધારા પહોંચાડવા અલગ અલગ કાર્યક્રમો કરવા. ખાસ કરીને ગામડાંમાં ખેડૂતોની સમસ્યાને વાચા આપવાનું કામ AAP કરે છે. ખેડૂતો અને પશુપાલકોના પ્રશ્નો માટે ‘આપ’ના ત્રણ કન્વીનરોના નંબરો પણ જાહેર કરી દેવાયા છે. ‘આપ’ દ્વારા આ કામ દિવસ-રાત ચાલી રહ્યું છે. ગામડાંના લોકો પણ ‘આપ’ની સભામાં મોટી સંખ્યામાં ભેગા થાય છે એ હકીકત પણ નકારી ન શકાય.
ડોર ટુ ડોર ફરીને લોકોમાં ‘આપ’નો પ્રચાર
‘આપ’ની વિચારધારા ગામડાંમાં પહોંચે એ માટે રાતના સમયે ખેડૂત સભા થઈ રહી છે. દિવસના સમયે ‘ગામના ચોરે, આપની ચર્ચા’ જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગામડાંમાં મહિલાઓ માટેની સભાઓ પણ થાય છે. અંતરિયાળ ગામડાંમાં પહોંચીને ડોર ટુ ડોર ફરીને લોકોમાં ‘આપ’નો પ્રચાર કરાય છે. શહેરોમાં વોર્ડવાઈઝ પોલિંગ સ્ટેશન અને બૂથ ઈન્ચાર્જની મીટિંગનો દોર પણ શરૂ થઈ ગયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).