Face Of Nation 24-03-2022 : યુક્રેનના યુદ્ધમાં 30 દિવસ પછી પણ રશિયાની જીત નહીં થાય તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો પરમાણુ હુમલાનો ડર વધી રહ્યો છે. રશિયન સેના પોતાની મહાવિનાશક હાઇપરસોનિક મિસાઇલોથી માંડીને અનેક ઘાતક રોકેટ દ્વારા યુક્રેન પર બોમ્બમારો કરી રહી છે પરંતુ તેને કોઇ ખાસ સફળતા નથી મળી રહી. જેના કારણે રશિયા-યુક્રેનની રાજધાની કીવ પર પરમાણુ હુમલો કરવાનો ડર સતત લાગવા લાગ્યો છે. આ ખતરાને જોતા હવે NATOના સભ્ય ફ્રાન્સે અનેક દાયકાઓ બાદ પરમાણુ બોમ્બથી સજ્જ પોતાની 3 સબમરીન સમુદ્રમાં ઉતારી દીધી છે.
ફ્રાન્સે પોતાની 3 સબમરીનને એકસાથે સમુદ્રમાં
ફ્રેન્ચ મીડિયાના અહેવાલ મુજબ, લગભગ 30 વર્ષ પછી આવું પહેલી વાર થઈ રહ્યું છે કે જ્યારે ફ્રાન્સે પોતાની 3 સબમરીનને એકસાથે સમુદ્રમાં પેટ્રોલિંગ માટે ઉતારી છે. આ પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ યુક્રેન યુદ્ધને જોતા પોતાના પરમાણુ દળને એલર્ટ કર્યા હતાં અને NATO દેશોને ચેતવણી આપી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ફ્રાન્સની ટ્રાયમફન્ટ-ક્લાસની પરમાણુ મિસાઈલથી સજ્જ ચારમાંથી બે સબમરીન પોતાના ઠેકાણાથી નીકળી ચૂકી છે કે જે એટલાન્ટિક મહાસાગરમાં કાયમ પેટ્રોલિંગ કરે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized પુતિનનો પરસેવો છૂટ્યો; ફ્રાન્સે ‘પરમાણુ બોમ્બ’થી સજ્જ પોતાની 3 સબમરીન સમુદ્રમાં ઉતારી!