Home World રશિયાના હુમલામાં રશિયાની જ મહિલા પત્રકારનું મોત; કિવમાં તબાહીના વીડિયો શૂટ કરી...

રશિયાના હુમલામાં રશિયાની જ મહિલા પત્રકારનું મોત; કિવમાં તબાહીના વીડિયો શૂટ કરી રહી હતી

Face Of Nation 24-03-2022 : યુક્રેનની રાજધાની કિવમાં બુધવારે રશિયાના હુમલામાં રશિયાની જ એક મહિલા પત્રકારનું મોત થયું છે. રાજધાની કિવમાં પોડોલ્સ્કી જિલ્લામાં રશિયાના બોમ્બમારામાં 42 વર્ષની ઓક્સાના બોલિનાએ જીવ ગુમાવ્યો છે. બોલિના ઈન્વેસ્ટિગેટિવ ન્યૂઝ આઉટલેટ ધ ઈન્સાઈડર માટે કામ કરતી હતી અને આ દરમિયાન ન્યૂઝ આઉટલેટ માટે કિવમાં તબાહીના વીડિયો શૂટ કરી રહી હતી હુમલા દરમિયાન બોલિના સાથે હાજર યુક્રેનના નાગરિકનું પણ મોત થયું છે. બે વ્યક્તિ ઘાયલ થઈ છે. બોલિના રશિયાના વિપક્ષના નેતા એલેક્સી નવલનીના એન્ટી કરપ્શન ગ્રુપ માટે પણ કામ કરી ચૂકી છે. ગત વર્ષે આ ગ્રૂપને ઉગ્રવાદી સંગઠન જાહેર કરાયું હતું. ત્યાર પછી બોલિનાએ દેશ છોડવો પડ્યો હતો.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).