Face Of Nation 24-03-2022 : યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પ્રથમવાર અંગ્રેજીમાં વીડિયો સંદેશ આપ્યો છે. જેમા તેમણે વિશ્વના લોકોને યુક્રેન માટે એક થવાનું કહ્યું છે. તેમણે કહ્યું હતું કે આપણે રશિયાને રોકવું પડશે. વિશ્વએ આ યુદ્ધને રોકવું જોઈએ. તમે તમારા ઘર અને ઓફિસમાંથી બહાર નિકળો અને યુક્રેનનો સાથ આપો. રશિયાએ યુક્રેન યુદ્ધને લઈને ફેક ન્યૂઝ ફેલાવવાના આરોપમાં ગુગલ ન્યૂઝ સર્વિસને બેન કરી દીધી છે. નાટોએ દાવો કર્યો છે કે આ યુદ્ધમાં 15 હજારથી વધારે સૈનિકોના મોત થયા છે.
ભારત સહિત 13 દેશોએ આ વોટિંગમાં ભાગ લીધો ન હતો
રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 29મો દિવસ છે. રશિયાએ યુક્રેનમાં માનવીય સ્થિતિને લઈને આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ડ્રાફ્ટ રજૂ કર્યો હતો. ભારત ફરી એકવાર તટસ્થતાની નીતિને યથાવત રાખીને વોટિંગથી દૂર રહ્યું. ભારત સહિત 13 દેશોએ આ વોટિંગમાં ભાગ લીધો ન હતો. જ્યારે ચીને તેનો સપોર્ટ કર્યો હતો. બીજી તરફ ઈઝરાયેલે રશિયાની નારાજગીના ડરથી યુક્રેનને જાસુસી સોફ્ટવેર પેગાસસ સ્પાઈવેર દેવાનો ઈનકાર કરી દીધો છે. આ તરફ NATOએ યુક્રેનને ન્યુક્લિયર, કેમિકલ, બાયોલોજિકલ અને રેડિયોલોજિકલ હુમલાથી બચવા માટે જરૂરી સાધનો મોકલવાની વાત કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).