Face Of Nation 24-03-2022 : આઈપીએલ- 2022 શરૂ થવાના માત્ર 2 દિવસ પહેલા જ મહેન્દ્ર સિંહ ધોનીએ આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. ધોનીએ અચાનક ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડી દીધી. ચેન્નાઈને ચાર આઈપીએલ ખિતાબ જીતાડનાર ધોનીએ હવે ટીમની કમાન રવિન્દ્ર જાડેજાને સોંપી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જાડેજાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને તે છેલ્લા 10 વર્ષથી આ ટીમ સાથે જોડાયેલો છે. IPL 2022 માટે ચેન્નાઈએ જાડેજાને નંબર વન પર જાળવી રાખ્યો હતો, તેથી આ ખેલાડીનું કેપ્ટન બનવું આશ્ચર્યજનક નથી. ચેન્નાઈના કેપ્ટન બન્યા બાદ રવિન્દ્ર જાડેજાએ પણ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. જાડેજાએ કહ્યું કે, કેપ્ટનશિપ મળવાથી તેના પર કોઈ દબાણ નથી કારણ કે ધોની તેની સાથે છે. પ્રેક્ટિસ દરમિયાન કેપ્ટન બન્યા બાદ રવિન્દ્ર જાડેજા પાસેથી પહેલું રિએકશન લેવામાં આવ્યું હતુ. ચેન્નાઈના નવા કેપ્ટને કહ્યું કે, ‘હું સારું અનુભવી રહ્યો છું પરંતુ મારા પર રમવાની મોટી જવાબદારી છે. માહી ભાઈએ એક વિશાળ વારસો છોડ્યો છે અને મારે તેને આગળ લઈ જવો છે.
ધોની મારી સાથે છે, ચિંતા કરવાની કોઈ વાત નથી
રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે, કેપ્ટનશિપ મળ્યા બાદ તેને કોઈ ટેન્શન નથી કારણ કે ધોની તેની સાથે ઉભો છે. રવિન્દ્ર જાડેજાએ કહ્યું, ‘મારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ધોની અહીં છે. મારા મનમાં જે પણ પ્રશ્ન હશે, હું ધોની પાસે જતો રહીશ. તમારા પ્રેમ બદલ આભાર. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).