Face Of Nation 24-03-2022 : 25મી માર્ચે (આવતીકાલે) સાંજે 4 વાગ્યે યોગી આદિત્યનાથ બીજી વખત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ પહેલા મંત્રીમંડળને અંતિમ સ્વરૂપ આપવા માટે લખનઉથી લઈને દિલ્હી સુધી ભાગદોડ જોવા મળી. યોગી 2.0 કેબિનેટમાં ગુજરાત મોડલની ઝલક જોવા મળશે. PM મોદીએ આ વખતેના મંત્રીમંડળને 2024 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવાની સલાહ આપી હતી. તેમને કહ્યું કે, ઉત્તરપ્રદેશની આ ફ્યૂચર કેબિનેટ એવી હોય કે જે 15 વર્ષ સુધી કામ કરે. આ સલાહને ઈમ્પ્લિમેન્ટ કરવાની જવાબદારી દેશના ગૃહમંત્રી અને ઉત્તર પ્રદેશના પર્યવેક્ષક અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી બીએલ સંતોષને સોંપવામાં આવી છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ નામ ન છાપવાની શરતે જણાવ્યું કે, યોગી કેબિનેટ આ વખતે ગુજરાતની જેમ તૈયાર થઈ રહી છે. જે 15 વર્ષના ફ્યૂચર પ્લાનને પ્રાપ્ત કરશે. અમિત શાહ લખનઉ જશે તે પહેલા ઉત્તરપ્રદેશની આખી કેબિનેટના નામ નક્કી કરી ચુક્યા હશે.
યોગી કેબિનેટમાં 40થી 45 મંત્રી હોય શકે છે
યોગી કેબિનેટમાં લગભગ 40થી 45 મંત્રીઓ બનાવવામાં આવે તેવી શક્યતા છે. મંત્રીમંડળમાં મહત્તમ સંખ્યા 60ની છે, તેથી પૂરી શક્યતા છે કે આ વખતનું મંત્રીમંડળ નાનું જ હશે. કે જેથી 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિસ્તાર કરીને જાતીય સમીકરણને ફરીવખત સેટ કરી શકાય. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).