Home Uncategorized લાલજીનો વિદેશી રંગ : ધર્મના નામે વડાઓ કેવા જલસા કરે છે તે...

લાલજીનો વિદેશી રંગ : ધર્મના નામે વડાઓ કેવા જલસા કરે છે તે આ તસ્વીરો પુરવાર કરે છે

Face Of Nation 24-03-2022 : તાજેતરમાં જ લાલજીએ એક હરિભક્તને ધાર્મિક સભા મામલે ધમકાઈને ધર્મના વડાને ન શોભે તેવું વર્તન જાહેર કરીને વિવાદ ઉભો કર્યો હતો. તેવામાં આજે ફેસ ઓફ નેશન વધુ એક ઘટસ્ફોટ કરવા જઈ રહ્યું છે. ગુજરાત સહીત ભારતમાં ધાર્મિક પહેરવેશ પહેરીને સ્વામિનારાયણ ભગવાનના વંશજ તરીકે જેમની ઓળખ થાય છે તેવા વ્રજેન્દ્રપ્રસાદ પાંડે ઉર્ફે લાલજી મહારાજના વિદેશમાં જલસા કરતા ફોટા ફેસ ઓફ નેશનને મળ્યા છે. આ તસવીરો સ્પષ્ટ ચાડી ખાય છે કે, લાલજી ધર્મના નામે અને ધર્મના નામે આવતા રૂપિયાથી વિદેશમાં કેવા જલસા કરવામાં આવે છે.
ધર્મના લોકોને કે યુવાનોને તિલક ચાંલ્લાનું મહત્વ સમજાવતા અને હંમેશા તિલક ચાંલ્લો કરવાની સલાહ આપતા ધર્મના વડા એટલે કે લાલજી પોતે જ જાણે કે તિલક ચાંલ્લો કરતા શરમ અનુભવતા હશે તેમ મોટાભાગના ફોટોમાં તેમના કપાળે તિલક ચાંલ્લો દેખાતો જ નથી.
ધર્મના વડા કે સાધુતાનો પહેરવેશ ક્યારેય બદલાતો નથી. તેઓ સ્વદેશમાં હોય કે વિદેશમાં હોય તેમની ધર્મના વડા કે સાધુ તરીકેની ઓળખ જ હંમેશા વંદનીય અને પૂજનીય હોય છે પરંતુ યુવાનીમાં થનગનતા કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના વડાની કેટલીક તસ્વીરો ફેસ ઓફ નેશનને મળી છે, જે ધર્મની આડમાં કે ધર્મના પૈસે વિદેશમાં કેવા જલસા કરવામાં આવે છે તેની ચાડી ખાય છે. આ તસવીરો કેટલી જૂની છે કે ક્યાંની છે તે અંગે ફેસ ઓફ નેશન કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી. લાલજીના સોશિયલ એકાઉન્ટ થકી ફેસ ઓફ નેશનને આ તસ્વીરો મળી છે. જો કે, જાહેર ન થયેલી અનેક એવી ક્ષણો હશે કે જે તસ્વીરમાં કેદ થઇ શકી નહિ હોય. કપડાથી માંડીને રાઇડ્સમાં લાલજીનું નવું વિદેશી રૂપ જોવા મળ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

લાલજીની ધમકીના કોલ રેકોર્ડિંગનો વિડીયો દૂર કરવા કાળુપુર સ્વામિનારાયણ મંદિરે યુટ્યુબ પાસે માંગ કરી, ફેસ ઓફ નેશન વિરુદ્ધ અરજી