Face Of Nation 25-03-2022 : યૂક્રેન પર રશિયાના હુમલાની શરૂઆતના 1 મહિના બાદ આજે ગુરૂવારે નાટો નેતાઓએ બ્રેસેલ્સમાં મુલાકાત કરી છે. ત્યાં તેમણે કહ્યું કે, અમે યૂક્રેનનું રશિયા હુમલાથી લડવા અને આત્મરક્ષાના અધિકારીને બનાવી રાખવા માટે સુરક્ષા સહાયતાની સાથેમ સમર્થન કરવાનું યથાવત્ રાખીશું. NATOનું કહેવું છે કે, બાલ્ટિક સમુદ્રથી બ્લેક સાગર સુધી નાટોના કુલ 8 જંગી મોટા જહાજ તૈનાત કરાયા હોવાની પણ તૈયારી છે. નાટોની આ ઇમરજન્સી બેઠક પર સમગ્ર દુનિયાની નજર હતી, કારણ કે યૂક્રેનમાં રશિયા વિરૂદ્ધ નાટોના કાઉન્ટર પ્લાન પર ઇમરજન્સી મીટિંગ પર મહોર લગાવવાની હતી.
મીટિંગમાં યૂક્રેનમાં કોઇપણ ફાયદાની વાત નથી થઇ
મીટિંગમાં અમેરિકન રાષ્ટ્રપતિ સહિત દુનિયાના 30 દેશોને મંથન કર્યું છે. મીટિંગથી જે મોટી વાત સામે આવી, તેનાથી સ્પષ્ટ થાય છે કે પુતિન પોતાના પરમાણુ જાળમાં બરાબરના ફસાઈ ચૂક્યા છે. જોકે, જાણકારોનું કહેવું છે કે, આ મીટિંગમાં યૂક્રેનમાં કોઇ પણ ફાયદાની વાત નથી થઇ. મીટિંગમાં સીધી રીતે નાટોએ પોતાના બચાવ માટે તમામ યોજનાઓ પર વાત કરી છે. પુતિન પર NATOના 30 દેશ, જી-7ના 7 દેશ અને યૂરોપીયન યૂનિયનના 27 દેશ મળીને દબાણ બનાવવા માંગે છે. નાટોનો ઉદ્દેશ્ય છે, રશિયાની સૈન્ય ઘેરાબંધી કરવી જેનાથી આ દેશો પર હુમલાની સ્થિતિમાં નાટો હુમલો કરી શકે. જી-7 દેશોનો ઉદ્દેશ્ય છે રશિયા પર આર્થિક પ્રતિબંધોને વધુ વધારતા દબાણ બનાવવું અને યૂરોપિય યૂનિયન મામલે રશિયા પર કૂટનીતિક હુમલો કરવા માગે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).