Face Of Nation 25-03-2022 : રશિયા યુક્રેન યુદ્ધનો આજે 30મો દિવસ છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને ગુરુવારે આ મામલે બ્રુસેલ્સમાં નાટો સમિટને સંબોધિત કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, ‘જો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સામેના યુદ્ધમાં રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરશે તો નાટો તેનો જવાબ આપશે. રશિયા જેવા પ્રકારના હથિયારનો ઉપયોગ કરશે, નાટો તેવા જ પ્રકારના હથિયારથી જવાબ આપશે.’ આ સાથે જ સમિટ બાદ બાઇડને મીડિયાને કહ્યું કે, ‘ચીનને સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે જો તેઓ રશિયાને મદદ કરશે તો તેને પણ ગંભીર આર્થિક પરિણામો ભોગવવા પડશે. અમે તેમને ધમકી આપી નથી, પરંતુ ચીનના રાષ્ટ્રપતિ રશિયાને મદદ કરવાના પરિણામો સારી રીતે જાણે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).