Home Politics નરેશ પટેલ કાઉન્ટડાઉન શરૂ : રાજકારણમાં પ્રવેશ કે ખોડલધામ યથાવત; આ મહિનાના...

નરેશ પટેલ કાઉન્ટડાઉન શરૂ : રાજકારણમાં પ્રવેશ કે ખોડલધામ યથાવત; આ મહિનાના અંત સુધી ચિત્ર થશે સ્પષ્ટ?

Face Of Nation 25-03-2022 : એક તરફ નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે કેમ તેમાં બંધ બાજીએ રમી રહ્યા છે તો બીજી તરફ જો જોડાશે તો કઈ પાર્ટીમાં જોડાશે તે અત્યાર સુધી સસ્પેન્સ બની રહ્યું છે. ત્યારે નરેશ પટેલના રાજકારણને જોડાવવાની વાતને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. રાજકારણ પ્રવેશ કે ખોડલધામ યથાવતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. માર્ચ એન્ડિંગ સુધીમાં આ અંગે ચિત્ર સ્પષ્ટ થવાની શક્યતા છે. મહત્વનું છે કે, તાજેતરમાં નરેશ પટેલની દિલ્લી મુલાકાતને સૂચક ગણાઇ રહી છે. નરેશ પટેલના પરિવારજનો પણ રાજકીય પ્રવેશને ઇચ્છી રહ્યાં છે. નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તેવા પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા.
નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તેવા પ્રયાસો તેજ કરી દેવાયા
તો બીજીતરફ નરેશ પટેલ અને પ્રશાંત કિશોરની બેઠક થઈ ગઈ છે. નરેશ પટેલે કોંગ્રેસમાં જોડાવાની એક શરત મૂકી છે કે પ્રશાંત કિશોરને કેમ્પેઇનિંગ સોંપવામાં આવે. ગુજરાત બહાર બંને વચ્ચે સમગ્ર રણનીતિ મામલે બેઠક પણ થઈ ગઈ છે. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના નેતાઓની દિલ્લીમાં રાહુલ ગાંધીને મળી ચૂક્યા છે. જેમાં પ્રશાંત કિશોરને ગુજરાતના ચૂંટણી પ્રચારના કેમ્પેઇનિંગની જવાબદારી સોંપવામાં આવે તેવી બાબતે પણ ચર્ચા થઈ છે. નરેશ પટેલ અને પ્રશાંત કિશોરની એક સાથે ગુજરાત કોંગ્રેસમાં એન્ટ્રી થશે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).