Face Of Nation 25-03-2022 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ કોંગ્રેસે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવતા ભારે હોબાળો થયો.તેમજ રોડના કામ તેમજ હાઉસિંગના મકાનમાં ભ્રષ્ટાચાર અંગે સામાન્ય સભામાં હોબાળો થયો હતો. ભાજપ કોંગ્રેસના સભ્યો સામ સામે આવ્યા હતા. ભ્રષ્ટાચાર શબ્દ પરત ખેંચવા શાસક પક્ષની માગ હતી અને આખરે બોર્ડ મુલતવી રાખવાની ફરજ પડી. હાઉસિંગ યોજનામાં વિપક્ષે આક્ષેપ કર્યો છે કે, ગરીબોને મકાન આપવાને બદલે કોર્પોરેટરના સગાઓને મકાન ફાળવાયા છે. ગરીબોને આવાસ આપવાને બદલે જમાઈ રાજાને મકાનો આપવામાં આવતા હોવાનો આક્ષેપ છે. ઓઢવના કોર્પોરેટર રીટાબેન દેસાઈના નણંદ ભાવનાબેન દેસાઈને મકાન આપવા મામલે વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો. ત્યારે આ મુદ્દે વિપક્ષે શાસક પક્ષ સામે સવાલો ઉઠાવ્યા હતા.
સહસંબંધી આવાસ ફાળવવામાં આવ્યા હોવાનો આક્ષેપ
તો બીજીબાજુ મેયર કિરીટ પરમારે તમામ આક્ષેપ ખોટા હોવાનું જણાવ્યું. જ્યારે ઓઢવના જે કોર્પોરેટર સામે આક્ષેપ થયા છે તેમને સવાલ પૂછાતા માત્ર એટલું જ બોલી શક્યા કે હું કંઈ જાણતી જ નથી. 21 માર્ચના રોજ મુખ્યમંત્રીના હસ્તે ઓઢવ ઇન્દિરા આવાસ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.ગરીબોને આવાસ ફાળવવાને બદલે મળતીયાઓને આવાસ ફાળવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે ભાજપના કાઉન્સિલર સામે થયેલા આક્ષેપ અંગે તપાસ કરી પગલાં લેવાશે કે નહીં તે પ્રશ્નાર્થ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Politics ભ્રષ્ટાચાર: કોર્પો.ની સામાન્ય સભામાં વિપક્ષનો હોબાળો, સહસંબંધીઓને આવાસ ફાળવાયાં હોવાનો આક્ષેપ?