Home Gujarat વડોદરા તૃષા હત્યા કેસ; પોલીસે કહ્યું- ‘કલ્પેશ ઝનૂની સ્વભાવનો છે, અપરાધ કરી...

વડોદરા તૃષા હત્યા કેસ; પોલીસે કહ્યું- ‘કલ્પેશ ઝનૂની સ્વભાવનો છે, અપરાધ કરી અફસોસ કરી રહ્યો છે’

Face Of Nation 25-03-2022 : આજરોજ આરોપી કલ્પેશ ઠાકોરને સાથે રાખી ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી, જ્યાં પોલીસે આરોપી કલ્પેશ તેના મિત્ર દક્ષેશ સાથે બાઈક લઈને હાઇવે પર જે સ્થળે ઊભો રહ્યો અને જ્યાં તૃષાની હત્યા કરી તે સ્થળ સુધી ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું. પોલીસે આરોપી કલ્પેશની સ્થળ પર જ પૂછપરછ કરી કે કઈ રીતે તૃષા પર સૌપ્રથમ હુમલો કર્યો.
આરોપી કલ્પેશ ઠાકોર ઝનૂની સ્વભાવનો: પોલીસ
ક્રાઈમ બ્રાન્ચે આરોપી કલ્પેશ ઠાકોરની ધરપકડ કરી તેના ઘરે અને દુકાન પર પણ લઈ ગઈ હતી જ્યાં પોલીસે આરોપી પાસેથી પાડીયું, કપડાં, બાઈક અને તૃષાનો મોબાઈલ ફોન કબ્જે કર્યો. ક્રાઈમ બ્રાન્ચના પીઆઈએ કહ્યું કે આરોપી કલ્પેશ ઠાકોર ઝનૂની સ્વભાવનો છે પણ હવે તે અફસોસ વ્યક્ત કરી રહ્યો છે…પોલીસે આરોપીની પુછપરછ કરી વિવિધ પુરાવાઓ પણ ભેગા કર્યા.
તૃષાના ફોનમાંથી આરોપી કલ્પેશે ચેટિંગ ડિલીટ કર્યા
પોલીસે કલ્પેશ સામે પુરાવાનો નાશ કરવાની કલમ ઉમેરી છે કારણ કે તૃષાના ફોનમાંથી આરોપી કલ્પેશ ઠાકોરે ચેટિંગ ડિલીટ કર્યા હતા. 3 મહત્વના સાક્ષીઓના કોર્ટ સમક્ષ 164 મુજબ નિવેદન નોંધાયા છે, ક્રિષ્ના સખાવત, દક્ષેશ પાટણવાડીયા, સાગર મકવાણા નિવેદન લેવામાં આવ્યા છે. આરોપીએ તૃષાને ઇમોશનલ બ્લેકમેઇલ પણ કરી હતી તેમજ આરોપીએ 20 ડોલો ટેબ્લેટ ગળીને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).