Home Crime કોરોના સંક્રમિત થઈ અભિનેત્રી લારા દત્તા, BMC અધિકારીઓએ તેનું ઘર કર્યું સીલ,...

કોરોના સંક્રમિત થઈ અભિનેત્રી લારા દત્તા, BMC અધિકારીઓએ તેનું ઘર કર્યું સીલ, પરિવાર બચ્યો!

Face Of Nation 25-03-2022 : છેલ્લાં કેટલાંક દિવસથી બોલિવૂડમાં કોરોના સંક્રમણના કોઈ સમાચાર જાણવા મળ્યા નથી ત્યારે હવે અભિનેત્રી લારા દત્તા કોરોના સંક્રમિત થઈ હોવાનું જાણવા મળ્યું છે. બીએમસી (BMC)ની ઑથોરિટીએ લારા દત્તાનું ઘર સીલ કરી દીધું છે અને તેને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જણાવ્યો છે. અભિનેત્રી લારા દત્તાની ઘરની બહારના કેટલાંક વિઝ્યુઅલ્સ મળ્યા છે. અભિનેત્રી લારા દત્તાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી અધિકારીઓએ બાંદ્રામાં આવેલું લારા દત્તાનું ઘર સીલ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પરિવારમાં માત્ર લારા દત્તા જ કોરોના વાયરસ સંક્રમિત થઈ છે.
કોમિક ફિલ્મો કરીને હળવાશ અનુભવે છે
અભિનેત્રી લારા દત્તાએ કેટલીય ફિલ્મોમાં કામ કર્યુ છે. પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી તે મોટા પડદા પરથી ગાયબ જ થઈ ગઈ છે. જે પાછળ ફેમિલી કે બાળકો નહીં પણ અન્ય કારણ છે. લારા દત્તાનું કહેવું છે કે, તે ફિલ્મોમાં ઓફર થતા રોલથી કંટાળી ગઈ છે. તેને મોટાભાગે હીરોની પત્ની કે પછી ગર્લફ્રેન્ડ બનવાના રોલ જ ઓફર કરવામાં આવતા હતા. આ રોલથી તે હવે કંટાળી ગઈ છે. લારા દત્તાનું કહેવું છે કે, તે કોમિક ફિલ્મો કરીને હળવાશ અનુભવે છે. કારણ કે આ પ્રકારની ફિલ્મોમાં તેને આ બધા રોલ કરતા વધારે પરફોર્મ કરવાની તક મળે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).