Home World યુક્રેનની માંગ: ‘રશિયન સૈનિકોને પાછા ધકેલવા દરરોજની 500 જેવલિન અને સ્ટિંગર મિસાઈલ્સ...

યુક્રેનની માંગ: ‘રશિયન સૈનિકોને પાછા ધકેલવા દરરોજની 500 જેવલિન અને સ્ટિંગર મિસાઈલ્સ જોઈશે’

Face Of Nation 25-03-2022 :  રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન યુક્રેને અમેરિકાને એવી વિનંતી કરી છે કે, ટેન્ક પૂરી ધ્વસ્ત થઈ જાય તેવી 500 જેવલિન અને સ્ટિંગર મિસાઈલ્સ અમને દરરોજ આપો. યુક્રેને અમેરિકાના સાંસદોને કરેલી વિનંતીમાં જણાવ્યું કે અમારે તાત્કાલિક આ મિસાઈલ્સની જરૂર છે. કારણકે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં આ મિસાઈલ્સ રશિયા માટે ભારે ખતરનાક સાબિત થઈ રહી છે. જેથી યુક્રેને ફરી એકવખત અમેરિકા પાસે આ મિસાઈલના જથ્થાની માગ કરી છે. યુક્રેને એવો દાવો કર્યો છે કે તેઓ હથિયારોના સંકટનો સામનો કરી રહ્યા છે. જ્યારે નાટોએ એવું કહ્યું છે કે હથિયારોનો એક જથ્થો મોકલવામાં આવી રહ્યો છે. એક રિપોર્ટ મુજબ, ગત 7 માર્ચથી અત્યાર સુધીમાં અમેરિકા અને અન્ય નાટો દેશો તરફથી યુક્રેનને 17 હજાર એન્ટિ ટેન્ક મિસાઈલ્સ અને 2 હજાર એન્ટિ એરક્રાફ્ટ મિસાઈલ્સ મોકલવામાં આવી છે. અમેરિકાએ સતત હથિયારો મોકલતા રશિયા ભડકી ઉઠ્યું છે અને ચેતવણી પણ આપી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).