Face Of Nation:બોલિવુડ અભિનેતા સલમાન ખાનની મુશ્કેલીઓ ફરી એકવાર વધી શકે છે. કાળિયાર કેસમાં અભિનેતાને ફટકારવામાં આવેલી 5 વર્ષની સજાના વિરોધમાં માફી આપવાની અરજી કરવામાં આવી હતી જેની હાથ ધરવામાં આવેલી સુનાવણી દરમિયાન ઉલ્ટાની સલમાનની વિરૂદ્ધ જતી નજરે પડી. સલમાન ખાનની કોર્ટમાં સતત ગેરહાજરીને કારણે નિરાશા વ્યક્ત કરી હતી.
જામીન થઈ શકે છે રદ્દ
સુનાવણી દરમિયાન જજે કહ્યું હતું કે, સલમાન ખાન કોર્ટમાં હાજર થાય, આગામી સુનાવણીમાં સલમાન ખાનને કોર્ટમાં હાજર કરવામાં આવે નહીંતર તના જામીન રદ્દ થઈ શકે છે. કારણ કે ગત સુનાવણીમાં પણ સલમાન ખાનના વકીલને તેને હાજર રાખવાનું કહેવામાં આવ્યું હતું. જેને કારણે કોર્ટે નારાજગી દર્શાવતા બરાબરની ઝાટકણી કાઢી હતી. સલમાન ખાનના અધિવક્તા હસ્તીમલ સારસ્વતીએ હાજરીને લઈને સુનાવણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 5 એપ્રિલ 2018ના રોજ જોધપુર જીલ્લા કોર્ટના મુખ્ય મેજિસ્ટ્રેટ દેવકુમાર ખત્રીએ લગભગ બે દાયકા જુના કાળિયાર શિકાર કેસમાં ફિલ્મ અભિનેતા સલમાન ખાનને દોષિત ઠેરવતા 5 વર્ષની સજા ફટકારી હતી. સાથે જ અભિનેતાને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
તેવી જ રીતે આ કેસમાં સહઆરોપે અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી નીલમ, સોનાલી બેન્દ્રે અને તબુને શંકાનો લાભ આપીને છોડી મુકવામાં આવ્યા હતાં. સજા સંભળાવ્યા બાદ સલમાન ખાનને અટકાયતમાં લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ 7 એપ્રિલ સુધી તે જેલમાં રહ્યો હતો.
7 એપ્રિલે જીલા અને સત્ર ન્યાયાલયે સલમાન ખાન વિરૂદ્ધ કેસની સુનાવણી હાથ ધરતા નીચલી અદાલતની સજા પર પ્રતિબંધ લગાવી શરતી જામીન આપ્યા હતાં. ત્યાર બાદ સલમાન ખાનને જોધપુરની સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ કોર્ટે અભિનેતાને 25-25 હજારનો દંડ અને અદાલતની મંજુરી વગર દેશનીએ બહાર જવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.