Home Gujarat ગાંધીનગર : વીજળી ધાંધિયા સામે આક્રોશ; ભારતીય કિસાન સંઘે સરકારને 72 કલાકનું...

ગાંધીનગર : વીજળી ધાંધિયા સામે આક્રોશ; ભારતીય કિસાન સંઘે સરકારને 72 કલાકનું ‘અલ્ટિમેટમ’ આપ્યું?

Face Of Nation 25-03-2022 :  ભારતીય કિસાન સંઘે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે, ગુજરાતમાં કોઈપણ ક્ષેત્રમાં વીજકાપ થતો નથી તો માત્રને માત્ર ખેતીમાં વીજકાપ કેમ? જ્યારે ઉનાળું પાક વાવેતર અશત: એટલે કે, 20 ટકા જમીનમાં અંદાજે વાવેતર થાય તો વીજ વપરાશ પ્રમાણમાં ઘણો ઓછો છે. જો હવે અમારી રજૂઆતોને નજર અંદાજ કરવામાં આવશે તો આગામી સમયમાં યુજીવીસીએલની તમામ કચેરીઓ એકસાથે તાળાબંધીનો સજ્જડ કાર્યક્રમમાં કરવામાં આવશે.
આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું
સમયસર 8 કલાકની વીજળી સહિત અન્ય માંગોને લઈને ખેડૂતોની ટ્રેક્ટર રેલી ગાંધીનગર પેથાપુર યુજીવીસીએલની કચેરી ખાતે પહોંચી હતી. પોલીસે રેલી અટકાવતા ખેડૂતોએ ચક્કજામ કરીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોની રેલીને લઈને આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને કેટલાક ખેડૂતોની અટકાયત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. પોતાની માંગોને લઈને ખેડૂતોએ સરકારને અલ્ટિમેટમ પણ આપ્યું છે કે, 72 કલાકમાં સમસ્યાનું નિરાકરણ ના આવ્યું તો ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).