Home Uncategorized સાઉદી આરબમાં ‘F-1 રેસ’ પહેલાં ઓઈલ ડેપો પર આતંકી હુમલો : યમનના...

સાઉદી આરબમાં ‘F-1 રેસ’ પહેલાં ઓઈલ ડેપો પર આતંકી હુમલો : યમનના હૂતી વિદ્રોહીએ હુમલાની લીધી જવાબદારી, જુઓ Video

https://youtu.be/7-ValxLMsho

Face Of Nation 25-03-2022 :  સાઉદી આરબના શહેર જેદ્દામાં ‘ફોર્મૂલા વન રેસ’ પહેલા એક ઓઈલ ડેપો પર આતંકી હુમલો થયો છે. હુમલા બાદ ડેપોમાં ભીષણ આગ લાગી હતી. આ ડેપો સાઉદી ઓઈલ કંપની આરામકોનો છે. યમનના હૂતી વિદ્રોહીઓએ આ હુમલાની જવાબદારી લીધી છે. એક ખાનગી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, આ ઘટના જેદ્દા ઓઈલ ડેપો પર થયેલા હુમલાના થોડાં દિવસો બાદ જ થઈ છે. હૂતી વિદ્રોહીઓએ શુક્રવારે સવારે ધમકી આપી હતી કે તેઓ સાઉદી આરબમાં હુમલાઓ વધારશે. જેના થોડાં સમય બાદ યમન તરફથી સાઉદીમાં રોકેટ છોડવામાં આવ્યું હતું. જેને સાઉદી એરફોર્સના બેલેસ્ટિક ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).