Face Of Nation 26-03-2022 : કોઈ પણ કાયદો દરેક લોકો માટે સરખો હોય છે ત્યારે થોડા દિવસ પહેલા અમદાવાદ સહિત રાજ્યભરમાં પોલીસ દ્વારા સામાન્ય લોકો માટે હેલ્મેટ ડ્રાઇવનું આયોજન કરાયું હતું. જે બાદ હવે આજ થી સાત દિવસ માટે પોલીસ કર્મચારીઓ માટે હેલ્મેટની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરાયું છે. અલગ અલગ પોલીસ મથકના કર્મચારીઓ કે અધિકારીઓ હેલ્મેટ પહેર્યા વિના અવર જવર કરી રહ્યા હોવાથી ટ્રાફિક પોલીસ દ્વારા તેમની પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી છે. હેલ્મેટનો કાયદો ફક્ત સામાન્ય લોકોને જ નહીં પરંતુ પોલીસને પણ લાગુ પડે છે ત્યારે હેલ્મેટ પહેર્યા વિના અવર જવર કરતા પોલીસ કર્મચારીઓ પાસેથી હવે દંડ વસૂલી કરવામાં આવી રહી છે. આજથી શરૂ થતી આ ડ્રાઇવ માં ટ્રાફિક પોલીસની ટીમ પોલીસ કમિશનર કચેરી તેમજ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ખાસ ચેકીંગ હાથ ધર્યું હતું. પોલીસના ચેકીંગમાં અમુક પોલીસકર્મીઓ હેલ્મેટ પહેરી પસાર થતાં હતાં તો અમુક હેલ્મેટ વિના પકડતા તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).