Home Sports IPL-2022 : KKRએ જીતનું ખાતું ખોલ્યું; પ્રથમ મેચમાં ચેન્નઈનો પરાજય, કોલકાતાએ 6...

IPL-2022 : KKRએ જીતનું ખાતું ખોલ્યું; પ્રથમ મેચમાં ચેન્નઈનો પરાજય, કોલકાતાએ 6 વિકેટે બાજી મારી

Face Of Nation 26-03-2022 : આઈપીએલ-15ની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સે જીતી લીધી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ચેન્નઈને 6 વિકેટથી હરાવ્યું છે. તેવામાં બંને ટીમના કેપ્ટન અલગ છે. જોકે શ્રેયસ અય્યરે પહેલી ઓવરથી જ ગેમમાં પકડ બનાવી ટીમને એકતરફી જીત અપાવી દીધી છે. વળી CSK તરફથી ધોનીએ શાનદાર ફિફ્ટી ફટકારી હતી. તમને જણાવી દઈએ કે માહી IPLમાં લગભગ 3 વર્ષ પછી 50+નો અંગત સ્કોર નોંધાવ્યો છે. CSKએ બેક ટુ બેક વિકેટ ગુમાવી દીધી હતી, જોકે ત્યારપછી ધોનીએ ફિફ્ટી ફટકારી ટીમના સ્કોરને 131 રન સુધી પહોંચાડી દીધો હતો. જેના જવાબમાં કોલકાતાના ઓપનર અજિંક્ય રહાણેએ 44 રનની શાનદાર ઈનિંગ રમી જીતનો પાયો નાંખ્યો હતો. તો બીજી બાજુ ચેન્નઈના બોલર ડ્વેન બ્રાવોએ 3 વિકેટ લીધી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).