Face Of Nation 27-03-2022 : કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ અને ગેસ જેવી જીવન જરૂરી વસ્તુઓમાં થઈ રહેલા સતત ભાવ વધારા અને મોંઘવારી મુદ્દે કેન્દ્ર સરકાર વિરુદ્ધ રણશિંગુ ફૂંકવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ 31 મી માર્ચે (ગુરુવારે) સવારે 11 વાગ્યે ડ્રમ અને ઘંટડીઓ વગાડીને આંદોલન શરૂ કરશે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ શનિવારે મોંઘવારી મુક્ત ભારત અભિયાનની જાહેરાત કરી છે. સુરજેવાલાએ કહ્યું છે કે ભાજપ દ્વારા ઊભી કરવામાં આવેલી આ મોંઘવારી ફક્ત ધનિકોને ફાયદો કરાવી રહી છે અને બાકી બધાને કચડી રહી છે.
3 તબક્કામાં મોંઘવારી મુક્ત અભિયાન ચલાવાશે
કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એક તરફ કમાણી ઓછી થઈ રહી છે અને બીજી તરફ મોંઘવારી સતત ઝટકા આપી રહી છે. દેશની જનતાને ધીમે ધીમે તડપાવવાનું કામ સરકાર કરી રહી છે. મોંઘાવારીથી પ્રત્યેક વ્યક્તિ પરેશાન છે. સુરજેવાલાએ જણાવ્યું હતું કે, સોનિયા ગાંધીના આદેશ પર મહાસચિવ અને પ્રભારીઓએ બેઠક કરી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે ત્રણ તબક્કામાં મોંઘવારી મુક્ત અભિયાન ચલાવવામાં આવશે.
પેટ્રોલ-ડીઝલ પર સબસિડી ખતમ કરવાની તૈયારી
મોદી સરકારે 2016માં સબસિડી ઘટાડીને 27 હજાર કરોડ રૂપિયા કરી છે જે હવે ફક્ત 11000 કરોડ રૂપિયા રહી ગઈ છે. તેને ઝડપથી ખતમ કરવામાં આવી શકે છે. ગેસ સિલિન્ડરની કિંમત આઠ વર્ષ પહેલા 410 રૂપિયા હતી જે આજે વધીને 1000 થી 1200 રૂપિયા થઈ ગઈ છે. 8 વર્ષમાં 410 રૂપિયાના સિલિન્ડર પર 539.49 રૂપિયાનો વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની કિંમત ઓછી થઈ છે જ્યારે આપણે અહીં ગેસની કિંમત બે ગણી વધી ગઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Religion મોંઘવારી, પેટ્રોલ-ડીઝલ વધતી કિંમતોને લઈને કોંગ્રેસ કેન્દ્ર સરકારને ઘેરશે, 31મી માર્ચથી શરૂ...