Face Of Nation 27-03-2022 : માર્ચ મહિનાની શરુઆતથી જ કાળઝાળ ગરમી શરૂ થઇ ગઇ છે. છેલ્લા એક સપ્તાહથી તો ગુજરાતમાં આગ દઝાડતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. કેટલાક શહેરોમાં તો તાપમાન માર્ચ મહિનામાં જ 40 ડિગ્રીને પાર કરી ગયુ હતું. જો કે આ બધા વચ્ચે હવે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યમાં હાલ હીટવેવની સંભાવનાને હવામાન વિભાગે નકારી છે. રાજ્યમાં બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે.
કેટલાક વિસ્તારમાં 45 ડિગ્રી તાપમાન
માર્ચના અંતમાં એટલે કે 27મી માર્ચથી 7 એપ્રિલ સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 44 ડીગ્રીએ પહોંચવાની શકયતા છે જ્યારે ઉત્તર ગુજરાતમાં 43 ડિગ્રી નોંધાશે.તેમજ કચ્છમાં પણ 42 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે. આવતીકાલથી 27મી માર્ચથી 7મી એપ્રિલ સુધીમા રાજ્યના કેટલાક વિસ્તારમાં 45 ડિગ્રી તાપમાન નોંધવાની શકયતા છે.
ગરમીમાંથી આંશિક રાહત મળશે
બીજી તરફ રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉતરનાં પવન ફૂંકાય રહ્યા છે.અને અરબી સમુદ્રમાંથી ભેજ પણ આવી રહ્યો છે.જેના કારણે તાપમાન સામાન્ય નોંધાયા રહ્યું છે.જો કે હવામાન વિભાગે આગાહી કરી હતી કે, 25મી થી 28 હિટવેવ રહેશે. પરંતુ પવનની દિશા ઉત્તર પશ્ચિમની રહેતા હવામાં ભેજનું પ્રમાણ વધારે છે. જેના કારણે હિટવેવની આગાહી પરત ખેંચી છે. આગામી 4 દિવસ તાપમાન યથાવત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાં ભેજ હોવાના કારણે ગરમીમાંથી આંશિક રાહત મળશે.
7મી એપ્રિલ પછી હવામાનમાં પલટો આવશે
ગરમીના કારણે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણ સક્રિય થવાની સંભાવના રહે જેના કારણે 7મી એપ્રિલ પછી હવામાનમાં પલટો આવશે. એકાએક તાપમાન ઊંચું નોંધાતા સમુદ્રમાંથી ભેજ ઉપર આવશે. હવામાં ભેજનું પ્રમાણ વધતા વાદળછાયું વાતાવરણ સર્જાય છે. એટલે ગરમી અને ત્યાર બાદ વાતાવરણ પલટો આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).