Home World પુતિને એટલાન્ટીક મહાસાગરમાં પરમાણુ સબમરીન ઉતારી, તો યુક્રેનને જર્મની પાસેથી હજારો મિસાઈલોનો...

પુતિને એટલાન્ટીક મહાસાગરમાં પરમાણુ સબમરીન ઉતારી, તો યુક્રેનને જર્મની પાસેથી હજારો મિસાઈલોનો કાફલો મળ્યો!

Face Of Nation 27-03-2022 : રશિયાના રાષ્ટ્રપતિ પુતિને એટલાન્ટીક મહાસાગરમાં પરમાણુ સબમરીન ઉતારી છે. રશિયાની આ સબમરીન 16 બેલિસ્ટીક મિસાઈલનું વહન કરવા માટે સક્ષમ છે. પુતિન અગાઉથી જ ન્યૂક્લિયર ડિટરેન્ટ ફોર્સિસને એલર્ટ પર રહેવા આદેશ આપી ચુક્યા છે. બીજી બાજુ જર્મનીથી 1,500 સ્ટ્રેલા એન્ટી-એરક્રાફ્ટ મિસાઈલ્સ તથા 100 MG3 મશીનગન્સની એક ખેપ યુક્રેન પહોંચી ગઈ છે.
રશિયન સેના સતત આક્રમક કરી રહી છે
રશિયા અને યુક્રેન એકબીજા સાથે કોઈ જ પ્રકારની સમજૂતી કરવા તૈયાર નથી ત્યારે બીજી બાજુ રશિયન સેના દિન પ્રતિ દિન સતત આક્રમક સ્વરૂપ ધારણ કરી રહી છે. દરમિયાન રશિયાએ દાવો કર્યો છે કે તેના સૈન્ય અભિયાનનો પ્રથમ તબક્કો લગભગ પૂરો થવા જઈ રહ્યો છે અને ત્યારબાદ તેના સૈનિકો પૂર્વી યુક્રેનના ડોનબાસ પ્રાંતને સંપૂર્ણપણે મુક્ત કરવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરશે.
બાઈડને કહ્યું-પુતિન કસાઈ છે
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને કસાઈ ગણાવ્યા છે. બાઈડને વારસામાં યુક્રેન શરણાર્થિઓ સાથેની મુલાકાત બાદ મીડિયા સાથે વાતચીત કરતા આ નિવેદન આપ્યું હતું. મારિયૂપોલ અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે-પુતિન કસાઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).