Home Sports IPL-2022 : દિલ્હીએ 4 વિકેટથી મુંબઈને હરાવ્યું; લલિત-અક્ષરે રંગ રાખ્યો, MIના બોલરોને...

IPL-2022 : દિલ્હીએ 4 વિકેટથી મુંબઈને હરાવ્યું; લલિત-અક્ષરે રંગ રાખ્યો, MIના બોલરોને હંફાવ્યા

IPL Match Delhi Win

Face Of Nation 27-03-2022 : આઈપીએલમાં આજે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. જેમાં દિલ્હીના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન મુંબઈએ આપેલા લક્ષ્યને દિલ્હીએ 10 બોલ પહેલા ચેઝ કરી લીધો છે. દિલ્હીએ 18.2 ઓવરમાં 6 વિકેટના નુકસાને 179 રન કર્યા છે. આ જીતમાં લલિત અને અક્ષરની 75* રનની પાર્ટનરશિપે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. મુંબઈએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 177 રન કર્યા છે. આ દરમિયાન ઈશાન કિશને 81* રનની ઈનિંગ રમી છે તો દિલ્હીના કુલદીપ યાદવે 3 વિકેટ લીધી છે.
કુલદીપ યાદવ સામે મુંબઈ મુશ્કેલીમાં
રોહિત અને ઈશાન કિશને ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા શાનદાર પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન 67 રનના સ્કોર પર કુલદીપ યાદવે રોહિત શર્માની વિકેટ લઈ દિલ્હીને ગેમમાં એન્ટ્રી કરાવી હતી. શાનદાર લયમાં બેટિંગ કરી રહેલા હિટમેને 32 બોલમાં 4 ચોગ્ગા અને 2 સિક્સર સાથે 41 રન કર્યા હતા. જોકે કુલદીપ સામે લોફ્ટેડ શોટ મારવા જતા તે પોવેલના હાથે કેચઆઉટ થયો હતો.
રોહિત 9 ઈનિંગમાં ફિફ્ટી ફટકારી શક્યો નથી
રોહિત શર્મા 32 બોલમાં 41 રન કરી આઉટ થઈ ગયો હતો. તેવામાં હિટમેન IPLમાં સતત 9મી વાર ફિફ્ટી ફટકાર્યા વિના પેવેલિયન ભેગો થઈ ગયો છે. તેણે છેલ્લી ફિફ્ટી ગત વર્ષે 23 એપ્રિલે પંજાબ સામે મારી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).