Home Sports એક ‘નો બોલે’ ભારતની બાજી બગાડી : દ.આફ્રિકાની જીતથી વિન્ડીઝ મહિલા ટીમ...

એક ‘નો બોલે’ ભારતની બાજી બગાડી : દ.આફ્રિકાની જીતથી વિન્ડીઝ મહિલા ટીમ ‘વર્લ્ડકપ’ની સેમિ.માં પહોંચી, જુઓ Video

https://youtu.be/3ZvVL1-GiCo

Face Of Nation 27-03-2022 : વિમેન્સ વર્લ્ડ કપમાં ભારત તેની છેલ્લી લીગ મેચ હારી ગયા પછી વેસ્ટ ઈન્ડિઝે કેમ્પમાં ઉજવણી કરવાનું શરૂ થયું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વર્લ્ડ કપની છેલ્લી લીગ મેચ રવિવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. આ મેચ ભારતની સાથે વેસ્ટ ઈન્ડિઝ માટે પણ ઘણી મહત્વની હતી. કારણ કે જો આફ્રિકા આ મેચ જીતી જાય તો વિંડિઝ સેમિફાઈનલમાં પહોંચી ગયું હોત અને એવું જ થયું. છેલ્લી ઓવરમાં એક નો બોલે ભારતના નસીબ બદલી નાખ્યા અને આફ્રિકાએ અહીંથી મેચ પોતાને નામ કરી લીધી હતી. ભારત હાર્યા પછી વેસ્ટ ઈન્ડિઝની ટીમ ખુશીથી ઝૂમી ઉઠી હતી.
અંતિમ ઓવરમાં ભારતને વિકેટ મળી પરંતુ નો-બોલ પડ્યો
દક્ષિણ આફ્રિકાને છેલ્લી ઓવરમાં જીતવા માટે સાત રનની જરૂર હતી. ભારત તરફથી છેલ્લી ઓવર દીપ્તિ શર્માએ નાંખી હતી. ટીમ ઈન્ડિયાને પાંચમા બોલ પર વિકેટ પણ મળી, આવી સ્થિતિમાં જીતની આશા વધી ગઈ હતી, પરંતુ દીપ્તિ શર્માનો તે બોલ નો-બોલ નીકળ્યો, તેથી વિકેટ પણ મળી ન હતી અને એક રન વધારાનો મળ્યો ઉપરાંત ફ્રી-હિટ પણ મળી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).