Face Of Nation 28-03-2022 : કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે સરકારે અનેક ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ સાવચેતી રાખવા અને અન્ય લોકોને પણ બચાવવાનો પ્રયાસ હતો. આમાં એક પ્રયાસ કોરોનાની કોલર ટ્યુનનો છે. જ્યારે આપણે અન્ય વ્યક્તિને ફોન કરીએ છીએ ત્યારે ત્યાંથી પ્રિ-કોલ ઓડિયો સંભળાય છે. આ ઓડિયોમાં જણાવવામાં આવ્યું છે કે તમે કેવી રીતે તમારી જાતને અને અન્ય લોકોને કોરોનાથી બચાવી શકો છો. જેમાં સાવચેતી વિશે માહિતી આપવામાં આવી છે. માહિતી મહત્વની પ્રદાન કરાઈ રહી છે પરંતુ જો તમે લોકોને પૂછો તો તેઓ કહે છે કે તેઓ આનાથી કંટાળી ગયા છે અને દરેક વખતે એક જ વાત સાંભળવા મળે છે.
ધૂન દૂર કરવાની વિચારણા
જો તમે ફોનને ઇમરજન્સીમાં કરવા માંગતા હોય તો પણ સંપૂર્ણ ઑડિયો વગાડ્યા પછી જ તેની રિંગ વાગે છે. હવે સરકાર આ અવરોધ દૂર કરવા જઈ રહી છે. પ્રિકોલ ઓડિયો બહુ જલ્દી બંધ થવા જઈ રહ્યો છે.સરકારના નિર્દેશો પર ટેલિકોમ ઓપરેટરો આ પ્રિ-કોલ ઓડિયોને સંભળાવે છે. 2 વર્ષ સુધી કોવિડ અંગે જનજાગૃતિ અભિયાન ચલાવ્યા બાદ સરકાર કોરોનાની કોલર ટ્યુન બંધ કરવા જઈ રહી છે. સરકારનું માનવું છે કે આ કોલર ટ્યુને તેનું કામ સારી રીતે પૂર્ણ કર્યું છે અને ઈમરજન્સીમાં આ ઓડિયોના કારણે કોલ વિલંબિત થાય છે. આથી આ ધૂન દૂર કરવાની વિચારણા ચાલી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).