https://youtu.be/rbXY3mFdHrk?list=TLPQMjgwMzIwMjJdS5zg_v2G1Q
Face Of Nation 28-03-2022 : બંગાળ વિધાનસભામાં મારઝૂડની ઘટના સામે આવી છે. અબીં બીજેપી અને ટીએમસી ધારાસભ્યો વચ્ચે મારઝૂડ થઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બંગાળ વિધાનસભામાં બીજેપી ધારાસભ્ય મનોજ તિગ્ગા અને ટીએમસી ધારાસભ્ય અસિત મજૂમદાર વચ્ચે મારામારી થઈ હતી. આ ઝઘડામાં અસીત મજૂમદાર ઘાયલ થઈ ગયા હતા અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ હોબાળા અને વિવાદ પછી વિધાનસભાથી શુભેંદુ અધિકારી સહિત પાંચ બીજેપી ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવામાં આવેલા ધારસભ્યોમાં શુભેંદુ અધિકારી, મનોજ તિગ્ગા, નરાહરી મહતો, શંકર ઘોષ, દીપક બરમનનું નામ સામેલ છે. તેમને આગામી આદેશ સુધી ગૃહમાંથી સસ્પેન્ડ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
TMC સાંસદોએ ધક્કા-મૂક્કી અને મારામારી શરૂ કરી
નોંધનીય છે કે, બંગાળ વિધાનસભા બજેટ સત્રનો આજે સોમવારે છેલ્લો દિવસ હતો. આજે ગૃહમાં થયેલી મારામારી પછી બીજેપી ધારાસભ્યો વિધાનસભામાંથી બહાર આવી ગયા હતા. બીજેપી ધારાસભ્યોએ આરોપ લગાવ્યો છે કે તેઓ બીરભૂમ મુદ્દે ચર્ચા કરતા હતા. તે મુદ્દે જ હોબાળો શરૂ થયો હતો અને ત્યારપછી ટીએમસી સાંસદોએ ધક્કા-મૂક્કી અને મારામારી શરૂ કરી દીધી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).