Face Of Nation 28-03-2022 : આજે પરીક્ષા દરમિયાન રખિયાલમાં આવેલી સી.એલ.સ્કૂલમાં ધોરણ-12ના કોમર્સના વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે. વિદ્યાર્થી એકાઉન્ટનું પેપર લખી રહ્યો હતો ત્યારે હાર્ટ એટેક આવ્યો હતો. તેને સારવાર અર્થે શારદા બહેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને હાલ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. ધો. 10 અને ધો.12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. 752 દિવસ એટલે કે લગભગ 2 વર્ષથી વધુ સમય બાદ અમદાવાદ શહેરના ધો. 10 અને ધો.12ના 97,430 વિદ્યાર્થીઓએ 3 કલાકનું પેપર લખ્યું છે.
પરીક્ષાની શરૂઆતમાં જ ઉલટી થઈ હતી
ગોમતીપુરમાં રહેતો અમાન આરીફ શેખ નામનો વિદ્યાર્થી રખિયાલની સી.એલ. સ્કૂલમાં પરીક્ષા આપવા આવ્યો હતો. આ દરમિયાન પરીક્ષાની શરૂઆતમાં જ વિદ્યાર્થીને ઉલટી થઈ હતી. જે બાદ ચેસ્ટ પેઈન થયું હતું. જેને પગલે વિદ્યાર્થીને તુરંત જ સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat બોર્ડની ચાલુ પરીક્ષામાં હાર્ટ એટેક આવતાં ધો.12ના વિદ્યાર્થીનું મોત, શારદાબેન હોસ્પિટલમાં વેન્ટીલેટર...