Face Of Nation 28-03-2022 : ચીનમાં બે વર્ષ બાદ વિશાળ પાયે ટેસ્ટીંગની પ્રક્રિયા હાથ ધરી કોરોનાને અંકૂશમાં લેવા માટે આર્થિક રાજધાની શાંઘાઈમાં તબક્કાવાર રીતે લોકડાઉન લાગૂ કરવાની શરૂઆત થઈ ગઈ છે. 2.6 કરોડ વસ્તી ધરાવતા શાંઘાઈમાં રહેઠાણ વિસ્તારો તથા એવા કાર્ય સ્થળો કે જે જ્યાં સંક્રમણ ફેલાઈ રહ્યું છે તેવા વિસ્તારોને વિશેષ રીતે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. નવેસરથી કોરોના વાઈરસની સર્જાયેલી સ્થિતિમાં અત્યારે ચીનમાં શાંઘાઈ કોરોના હોટસ્પોટ બન્યું છે. આ શહેરમાં શનિવારે 2,676 નવા કેસ સામે આવ્યા છે. જે છેલ્લા કેટલાક દિવસોની તુલનામાં આશરે 18 ટકા કેસ વધારે છે. આ અગાઉ ગુરુવારે 1,609 અને શુક્રવારે 2,267 કેસ સામે આવ્યા હતા. જ્યારે રવિવારે કોરોનાના કેસનો આંકડો 4500ને પાર પહોંચી ગયો છે.
શાંઘાઈમાં બે તબક્કામાં લોકડાઉન
ચીનનું શહેર શાંઘાઈ કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. ચીનના કેટલાક શહેરોમાં કોરોનાને લીધે અગાઉથી જ લોકડાઉન લાગી ચુકેલુ છે. આ સંજોગોમાં હવે શાંઘાઈમાં બે તબક્કામાં 28 માર્ચથી 5 એપ્રિલ સુધી લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકડાઉન સમયે જાહેર પરિવહન સેવા, ટેક્સિ તથા શહેરની સબવે સિસ્ટમ પણ બંધ રહેશે. હવાઈ સેવા કે રેલવે સેવા પર આ લોકડાઉનની કેટલી અસર થશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).