Home Gujarat ગુજરાતમાં આજે કોરોનાના નવા 8 કેસ નોંધાયા, રાજ્યના 32 જિલ્લામાં નવા કેસ...

ગુજરાતમાં આજે કોરોનાના નવા 8 કેસ નોંધાયા, રાજ્યના 32 જિલ્લામાં નવા કેસ ‘શૂન્ય’!

Face Of Nation 28-03-2022 : રાજ્યમાં આજે કોરોના વાયરસના આઠ નવા કેસ નોંધાયા છે. રાજ્યના 1 જિલ્લા અને 3 મહાનગરમાં જ આ નવા કેસ નોંધાયા છે. રાજ્યના 32 જિલ્લા અને 5 મહાનગરમાં આજે કોરોનાના નવા કેસ શૂન્ય છે. રાજ્યમાં 33 દર્દી સાજા થયા છે. ગુજરાતમાં બાળકોનું રસીકરણ પણ પૂરજોશમાં શરૂ થયું છે ત્યારે રાજ્યમાંથી કોરોના મુક્ત ગુજરાત ગમે ત્યારે જાહેર થઈ શકે છે. રાજ્યમાં આજે ગાંધીનગરમાં 3, વડોદરામાં 3, અમદાવાદ શહેરમાં 1 નવો કેસ નોંધાયો છે. જયારે દાહોદમાં 1 કેસ નોંધાયો છે. રાજ્યના અન્ય શહેર જિલ્લામાં કોરોનાનો નવો એક પણ કેસ નોંધાયો નથી. આજે અમદાવાદ શહેરમાં 6, વડોદરામાં 3, ગાંધીનગરમાં 15, પંચમહાલમાં 8 મળીને કુલ 33 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. આજે રાજ્યમાં કુલ 64, 014 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. રસીકરણ અને સાજા થતા દર્દીઓના કારણે રાજ્યનો રિકવરી રેટ 99.09 ટકા જેટલો નોંધાયો છે. ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 10,59,11,423 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).