Home World યુદ્ધમાં મદદ ન કરનાર દેશો પુતિનને ‘આંખના કણાની જેમ ખૂચ્યાં’; કહ્યું-બિન મિત્ર...

યુદ્ધમાં મદદ ન કરનાર દેશો પુતિનને ‘આંખના કણાની જેમ ખૂચ્યાં’; કહ્યું-બિન મિત્ર દેશો પર મૂકાશે પ્રતિબંધ!

Face Of Nation 28-03-2022 : યુક્રેન યુદ્ધમાં પોતાને સાથ ન આપનાર દેશોની સામે રશિયા એક મોટો પ્રતિબંધ મૂકવાની વિચારણા કરી રહ્યું છે.યુદ્ધમાં પોતાને સાથે ન આપનાર દેશોને રશિયા દુશ્મન જેવું માની રહ્યું છે અને તેમની દેશમાં તેમની એન્ટ્રી અટકાવવા તૈયારી કરી હોવાનું મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે. તો બીજીતરફ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયાને લગભગ એક મહિનો થઈ ગયો છે, પરંતુ બંને દેશો વચ્ચેનો સંઘર્ષ પૂરો થાય તેમ લાગતું નથી, આ દરમિયાન રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવે કહ્યું છે કે રશિયા બિન-મિત્ર દેશોના નાગરિકો પર રશિયાની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે.
હજૂ પણ સંઘર્ષ દ્વિપક્ષીય બનેલો છે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક વાત કહી હતી. તેમના જણાવ્યા અનુસાર તે યુક્રેન ડીમિલિટરાઈઝ અને ડીનાઝિફાઈન કરવા માગે છે. યુક્રેનમાં સ્પેશિયલ મિલિટ્રી ઓપરેશન વિશે દુનિયાને આ વાત કહી હતી.રશિયાને જેટલી ઝડપથી યુક્રેનને ઘૂંટણીયે પાડવાની આશા રાખી હતી, તેવું થયું નહીં. જો કે, હજૂ પણ સંઘર્ષ દ્વિપક્ષીય બનેલો છે અને પશ્ચિમી દેશોને દખલ નહીં કરવા દીધી નથી. ત્યારે હવે મોસ્કોના એક અધિકારીએ પોતાના નિવેદનથી સનસની ફેલાવી દીધી છે. મોસ્કો સિટી ડુમા ડેપ્યુટીએ વધુ છ દેશોને ડીનાઝિફાઈ કરવાની જરૂર ગણાવી છે. આ છ દેશ છે માલદોવા, કજાકિસ્તાન, પોલેન્ડ, લિથુઆનિયા, લાતવિયા અને એસ્ટોનિયા. રશિયાનું આ વલણ ઘણા બધાં અંશે 20મી સદીના સામ્રાજ્યવાદી તાકતો જેવું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).