Home News 8 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 7મી વખત વધારો; આવતીકાલથી પેટ્રોલમાં 80 અને ડીઝલમાં...

8 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 7મી વખત વધારો; આવતીકાલથી પેટ્રોલમાં 80 અને ડીઝલમાં 72 પૈસાનો વધારો!

Face Of Nation 28-03-2022 : દેશમાં છેલ્લા આઠ દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સાતમી વખત વધારો કરવામાં આવ્યો છે. જેમાં આજથી પેટ્રોલમાં 80 પૈસા અને ડીઝલમાં 72 પૈસાનો વધારો થયો છે. સતત સાતમી વખત પેટ્રોલ અને ડિઝલના ભાવનો વધારો ઝીકી દેવાયો છે. જેને લઈને જનતાને જોરદાર મોંઘવારીના ઝટકા લાગવાના શરૂ થઈ ગયા છે. આઠ દિવસમાં પેટ્રોલમાં રૂ.4.82 અને ડીઝલમાં રૂ.4.93 નો વધારો ઝીંકી દેવાયો છે. મંગળવારે એટલે કે 22મી માર્ચના રોજ ગુજરાત એસોસિએશનના જણાવ્યા અનુસાર પેટ્રોલમાં પ્રતિ લીટરે 79 પૈસાનો વધારો ડીઝલમાં પ્રતિ લીટરે 85 પૈસો વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ સતત બીજા દિવસે એટલે કે 23 માર્ચના રોજ પેટ્રોલમાં 80 પૈસા અને ડીઝલમાં 82 પૈસાનો વધારો ઝીકી દેવામાં આવ્યો હતો. તેમજ એક દિવસના વિરામ બાદ 25મી માર્ચના રોજ પેટ્રોલમાં 80 પૈસા અને ડીઝલમાં 82 પૈસાનો વધારો કરી દેવામાં આવ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).