Face Of Nation 29-03-2022 : રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધને 32 દિવસ થઈ ગયા છે. છતાં હજુ સુધી બંને પક્ષો વચ્ચેની વાતચીતનું કોઈ ફળદાયી પરિણામ આવ્યું નથી. ત્યારે હવે વધુ એક વખત રશિયા અને યુક્રેનના પ્રતિનિધિમંડળ વચ્ચે આગામી બે દિવસ સુધી તુર્કીમાં મંત્રણા થવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, યુક્રેનના એક ડેવિડ અરાખમિયાએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. રશિયાના મુખ્ય વાટાઘાટકાર વ્લાદિમીર મેડિન્સકીએ આગામી શાંતિ વાટાઘાટો માટે તુર્કીને પસંદ કર્યાની પુષ્ટિ કરી હતી. વ્લાદિમીર મેડિન્સકીએ કહ્યું કે, શાંતિ વાટાઘાટો 29 માર્ચથી શરૂ થશે અને 30 માર્ચના રોજ સમાપ્ત થશે. બીજી તરફ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆને જણાવ્યુ કે, રશિયા અને યુક્રેન વાટાઘાટોના 6માંથી 4 મુદ્દા પર સહમત થયા છે. જેમાં યુક્રેન NATOમાં ન જોડાવું, યુક્રેનમાં રશિયન ભાષાનો ઉપયોગ, નિઃશસ્ત્રીકરણ અને સુરક્ષાનો સમાવેશ થાય છે. જો કે યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ કહ્યું કે, રશિયા સાથે મુખ્ય મુદ્દાઓ પર “કોઈ સમજૂતી” થઈ નથી. આ મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે અગાઉ પણ વાટાઘાટો થઈ ચૂકી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home World તુર્કીમાં શાંતિ મંત્રણા માટે આજે રશિયા-યુક્રેન આમને-સામને આવશે; વાટાઘાટોના 6માંથી 4 મુદ્દા...