Home World ચીનમાં 10 દિવસ માટે લોકડાઉન: શાંઘાઈ ડિઝની પાર્ક બંધ કરાયો; દરેકે કોરોના...

ચીનમાં 10 દિવસ માટે લોકડાઉન: શાંઘાઈ ડિઝની પાર્ક બંધ કરાયો; દરેકે કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત!

Face Of Nation 29-03-2022 : ચીને આગામી 10 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરી છે. ચીનના શાંઘાઈમાં લોકડાઉન બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. સાથે જ દરેક વ્યક્તિએ કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે. આ સાથે લોકોને તેમના ઘરોમાં રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. હાલ તમામ જરૂરી ઓફિસો સિવાય અન્ય તમામ ઓફિસો બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
શાંઘાઈ ડિઝની પાર્ક પણ બંધ કર્યો
આ દરમિયાન સ્થાનિક લોકોએ ઘરમાં જ રહેવું પડશે. ઓફિસો અને વ્યવસાયિક સંસ્થાઓ બંધ રહેશે અને જાહેર પરિવહન સેવાઓ પણ સ્થગિત રહેશે. તમને જણાવી દઈએ કે,2.6 કરોડની વસ્તીવાળા શહેરમાં પહેલેથી જ ઘણી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. શાંઘાઈ ડિઝની પાર્ક પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ચીનમાં આ મહિને દેશભરમાં 56,000 થી વધુ સંક્રમણના કેસ નોંધાયા હતા, જેમાંથી મોટાભાગના ઉત્તર-પૂર્વ પ્રાંત જિલિનમાં નોંધાયા છે.
ચીને ‘ઝીરો ટોલરન્સ’ની વ્યૂહરચના અપનાવી
ચીને વૈશ્વિક રોગચાળા સામે ‘ઝીરો ટોલરન્સ’ની વ્યૂહરચના અપનાવી છે, જેના કારણે જ્યારે કેસ વધે છે ત્યારે મોટાભાગની આર્થિક પ્રવૃત્તિઓ ખોરવાઈ જાય છે. ચીનમાં 87 ટકા વસ્તીને કોવિડ -19 સામે રસી આપવામાં આવી છે. ચીનમાં કોરોના વાયરસના નવી લહેર પાછળનું કારણ ઓમિક્રોન વેરિઅન્ટ માનવામાં આવે છે. ચીનના આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે સંક્રમણથી સર્જાયેલી સ્થિતિ ગંભીર અને જટિલ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).