Face Of Nation 30-03-2022 : રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અટકાવવા માટે રાજદ્વારી ઉકેલ માટે તુર્કીમાં ચાલી રહેલી બેઠક પૂરી થઈ ગઈ છે. રશિયાના પ્રતિનિધિ મંડળે આ બેઠકને સકારાત્મક ગણાવી છે. જોકે, હજુ સુધી બન્ને દેશ વચ્ચે યુદ્ધ વિરામ અંગે અંતિમ સમજૂતી થઈ શકી નથી. આ બેઠક બાદ રશિયાના એક પ્રતિનિધિ મંડળના એક સભ્યએ દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીની તુર્કીમાં મુલાકાત યોજાઈ શકે છે.
રશિયાએ સૈનિકો પાછા બોલવવાની શરૂઆત કરી
અમેરિકાના સિનિયર સૈન્ય અધિકારીએ કહ્યું છે કે રશિયાએ યુક્રેનની રાજધાની કીવથી કેટલીક સંખ્યામાં તેના દળોને પાછા બોલાવવાની શરૂઆત કરી છે. રશિયાએ કહ્યું કે કીવ અને ચેર્નીહીવથી સૈનિકને પરત બોલાવવાનો અર્થ યુદ્ધ વિરામ નથી. બીજી બાજુ બ્રિટને પણ કહ્યું છે કે તેણે કીવની આજુબાજુ રશિયાના બોમ્બમારામાં ઘટાડો જોયો છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યું છે કે અમે પુતિન તથા તેમના શાસન અંગેના નિર્ણય તેમના કાર્યોના આધારે લેશું નહીં કે તેમની શરતો કે વાતોના આધારે.
NATOએ યુક્રેનને શિખર સંમેલનમાં ભાગ લેવા આમંત્રણ
નાટોએ છ અને સાત એપ્રિલના રોજ યોજાનાર તેના શિખર સંમેલનમાં યુક્રેનને આમંત્રણ આપ્યું છે. આ શિખર સંમેલન બ્રસેલ્સમાં યોજાશે. તઆ સંમેલનમાં એવા કેટલાક સભ્ય ન હોય તેવા દેશોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં જ્યોર્જીયા, ફિનલેન્ડ, ઓસ્ટ્રેલિયા, જાપાન, ન્યૂઝીલેન્ડ, જાપાન તથા કોરિયા ગણરાજ્યનો સમાવેશ થાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).